________________
૨૫ ભવ. ] વીશ સ્થાનકપદનું સ્વરૂપ. પ્રાપ્ત કરનારને સંસારભ્રમણકાલ મર્યાદીત થઈ વધારેમાં વધારે અપાર્ધ પુદગલ પરાવર્તન કાલમાં તે નિયમા મેક્ષ પ્રાપ્ત કરે છે. ( ૧૦ વિનયપદ–સર્વ ગુણેનું મુલ વિનય છે. શ્રી અરિહંતાદિક દસપદને તથા ગીતાર્થ ગુર્વાદિ, ગુણીજનેને વિનય આત્માને હીતકર્તા છે. તેના ઉતર ભેદ ઘણું છે. તેનું સ્વરૂપ સમજી વિનયવાન થવાથી ઉતરોતર ઘણે લાભ છે. વિનયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી નિર્મળ સમકિત પ્રગટ થાય છે. તેથી ચારિત્ર, ચારિત્રથી કર્મક્ષય અને પરિણામે મેક્ષના લાભનું કારણ વિનય છે.
૧૧ ચારિત્રપદ-આ ચારિત્રપદને આવશ્યકપદ પણ કહે છે. ૧ સામાયિક, ૨ ચકવીસથે ૩ વંદન, ૪ પ્રતિક્રમણ, ૫ કાર્યોત્સર્ગ અને પચ્ચખાણ એ પ્રમાણુ ષટ આવસ્યકના શુદ્ધ સેવનથી આ પદનું આરાધન થઈ શકે છે. - - ૧૨ બ્રહ્મચર્યપદ-આ પદને શીલપદ પણ કહે છે. આ પદનું આરાધન મુનિ સર્વથી, અને ગૃહસ્થદેશથી કરી શકે. સર્વ તેના મુકુટ સમાન આ વ્રત છે. મુનિના પંચ મહાવતેમાં શું વ્રત મૈથુન વીરમણ નામનું છે. ત્રીકરણ ચગે કરવું, કરાવવું અને અનુમદન કરવાના ત્યાગથી આ વ્રત પાલનાર મુનિ અને પંચની સાક્ષીથી પાણગ્રહણ કરેલ સ્વદારા સંતેષ વ્રતના પાલનથી ગૃહસ્થ આ વ્રતનું પાલન કરી શકે છે.
૧૩ શુભધ્યાનપદ-કર્મરૂપ કાષ્ટને બાળવાને શુભ ધ્યાન અગિન સમાન છે. જ્યારે અશુભધ્યાન ચાર ગતિરૂપ સંસારમાં પ્રાચે તીર્થંચ અને નરક ગતિના કારણરૂપ છે. આર્ત અને રૂદ્ર ધ્યાન એ અશુભ ધ્યાન છે. ધર્મ અને શુકલધ્યાન એ શુભધ્યાન છે. ધર્મધ્યાન તથા શુકલધ્યાન ઉતરોતર મોક્ષના કારણભૂત છે.
૧૪ ત૫૫દ-અનાદિ સિદ્ધ દુષ્ટ કર્મો જે આત્મપ્રદેશની સાથે લાગેલાં છે, તે કર્મ પુદગલેને તપાવી આત્મપ્રદેશથી છુટા પાડવાનું કાર્ય તપ કરે છે. તેને નિર્જરાતત્વ પણ કહે છે.
11
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com