________________
نی
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૭ ૨ શ્રી સિદ્ધપદ–સકલ કર્મ ક્ષય કરી ચૌદમા ગુણ સ્થાનક ના અંતે સાદિ અનંત ભાગે જેઓ લોકાન્ત સ્થિત રહેલા છે એવા સિદ્ધ પરમાત્માનું ચાર નિક્ષેપાથી સ્વરૂપ આ પ્રમાણે છે.
૧ નામ સિદ્ધ-સિદ્ધ એવું નામ ત્રણે કાલ એક રૂપ પણે શાશ્વ તું વતે છે.
૨ સ્થાપના સિદ્ધ -- શ્રી જિન પ્રતિમા અથવા દેહમાન મળે થી ત્રીજો ભાગ ઘટાડી બે ભાગ શરીર પ્રમાણે આત્મ પ્રદેશને ધન કરી સ્થાપના રૂપ ક્ષેત્ર અવગાહી રહયા છે.
૩ દ્રવ્યસિદ્ધ-તેરમે, ચૌદમે ગુણઠણે કેવલી ભગવંત વતે છે, તે ભવ્ય શરીર આશ્રયી દ્રવ્યસિદ્ધ, અને જે સિદ્ધિવર્યા તેમના શરીરની ભકિત કરીએ તે જ્ઞ શરીરનું દ્રવ્ય કહેવાય, અને શુદ્ધ નિર્મળ અસંખ્યાત પ્રદેશને વિષે જ્ઞાનાદિ અનંત ગુણ રૂ૫ છતા પર્યાય વસ્તુરૂપ પ્રગટયા છે, તે તદવ્યતિરિત શરીર આશ્રયી દ્રવ્ય નિક્ષેપ છે એમ ત્રણ પ્રકારે સિદ્ધિને દ્રવ્યનિક્ષેપે છે.
૪ ભાવસિદ્ધ–સિદ્ધને સ્વરૂપ સામર્થ્ય પર્યાયરૂપ પ્રવતના અને તે ધર્મ પ્રગટ થયું છે તેથી સદાકાલ સેયની વર્તનારૂપ પર્યાયને ઉત્પાદ, વ્યય સમય સમય અનંતો થઈ રહ્યો છે તેથી સિદ્ધ ભગવંત અનંત સુખ ભેગવે છે તે ભાવનિક્ષેપે.
એ પ્રમાણે ચાર નિક્ષેપ, સાત નય, નવ તત્વાદિ વિવિધ પ્રકારે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સમજી તેમના ગુણ સહિત તેમનું ધ્યાન કરવું, ગુણેની વિચારણા કરવી, તેમના ગુણેમાં રમણતા કરવી, તેમને સ્થાપના નિક્ષેપે જે જિનપ્રતિમારૂપ છે તેમની દ્રવ્ય અને ભાવપૂર્વક ભકિત કરવી, સિદ્ધપદ પ્રાપ્તિના સ્થાનરૂપ તીર્થોની યાત્રા કરવી, સિદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરી તેમાં અડગ શ્રદ્ધા રાખવી અને સિદ્ધના લાયકના ગુણે પ્રગટ કરવાની તીવ્ર ભાવના પૂર્વક હંમેશાં તે પદનું આરાધન કરવું ઈત્યાદિ રીતે એ પદનું આરાધન થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com