________________
૨૩ ભવ. ]
બાર ચક્રવતીને સમય. સુખના કારણે, પરિણામે સુખકાર્યની સંતતિ, મહા કલ્યાણકના દિવસમાં પૂજા કરવી, તીર્થંકરની સેવા, શુભ ધર્મને સાંભળવામાં પ્રીતિ, નિરંતર સુખીપણું એ સર્વની પ્રાપ્તિ થવી એ પરંપરા ફળ છે.
આ ભરતક્ષેત્રમાં બાર ચકવતી થયા છે તે ક્યા કયા તીર્થકરના સમયમાં જ્યારે કયારે થયા અને તેમનાં નામ શું છે એ આ પ્રસંગે જાણવાની જરૂર છે.
૧ પહેલા ચક્રવતી શ્રી ભરત મહારાજ પહેલા તીર્થકર શ્રી રૂષભદેવ સ્વામીના સમયમાં થયા છે.
૨ બીજા સગર નામના ચક્રવતી બીજા તીર્થકર શ્રી અજિત નાથ સ્વામીના સમયમાં થયા છે.
૩-૪ ત્રીજા શ્રીમધવા નામના ચક્રવતી અને ચોથા શ્રી સનકુમાર ચકવતી પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ સ્વામી તથા સેલમા તીર્થંકર શ્રી શાતિનાથ મહારાજના આંતર સમયમાં થયા છે.
૫ પાંચમા ચક્રવર્તી શ્રી શાન્તિનાથ ભગવંત તેિજ છે. ૬ છઠ્ઠા ચક્રવર્તી સતરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવત છે.
૭ સાતમા ચક્રવર્તી અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ થયા છે.
ટીપ આ ત્રણે તીર્થકરેને ચક્રવર્તી અને તીર્થકર એ બે પ્રકારની સિદ્ધિ હતી.
૮ આઠમા શ્રી સુલુમ ચક્રવતી અઢારમા તીર્થંકર શ્રી અરનાથ અને ઓગણીસમા તીર્થકર શ્રી મલિનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે.
૯ નવમા શ્રી પદ્ધ ચક્રવર્તી. ૧૦ દશમા શ્રી હરિણુ ચકવતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com