________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૫ છે, તેની ખુશાલીમાં ચક્રવર્તી મહેત્સવ કરે છે પછી તે ચક્ર રત્નના પ્રભાવથી પૃથ્વી ઉપરના છ ખંડ સાધવા તે પ્રયાણ કરે છે. તે સમયમાં બાકીના રને પણ તેમને મદદગાર થાય છે.ચકવર્તી છ ખંડમાં દિવિજય કરી પોતાની રાજ્યધાનીમાં પધારે છે તે વખતે છે ખંડના રાજાઓ અને દેવતાઓ મળી ચક્રવર્તીને ચકવતી પણાની પદવી મેટા મહોત્સવ પૂર્વક આરહણ કરે છે. આ બધે પ્રભાવ ચકવર્તીના જીવે પૂર્વ ભવમાં આરાધન કરેલા ધર્મની લીલાને વિલાસ છે.
બાવીશમા ભવમાં રાજ્ય લહમને ત્યાગ કરી યતિપણું અંગીકાર કરી સારી રીતે ધર્મારાધના કરે છે, કે જેને વેગે ચકવર્તીની પટ્ટીને લાયકનું કર્મ ઉપાર્જન કરે છે. શુદ્ધ ધર્મારાધનના ફળ સંબંધે ધર્મ બિન્દુ પ્રકરણના કર્તા શ્રીમાન્ હરિભદ્રસુરીશ્વર મહારાજ ધર્મ ફળ વિધિ નામના સાતમા અધ્યાયમાં જણાવે છે કે ભાવધર્મરૂપ કલ્પવૃક્ષના દેવ સંબંધી સુખમાં અતિશય મોટું દેવમુખ તથા ઉત્કૃષ્ટ મેક્ષસુખ એ બે વિખ્યાત ફળ છે,
ગૃહસ્થ અને યતિધર્મારાધનના અનંતર ફળ એટલે તત્કાળ ફળ અને પરંપરા એટલે અગામીકાલે થનારૂં ફળ એમ બે પ્રકારનાં ફળ કહેલાં છે, :
રાગ દેશાદિ દોષને સર્વ પ્રકારે નાશ થ, ભાવૈશ્વર્ય એટલે ઉદારતા, દાક્ષિણ્યતા, પાપકર્મની નિંદા વગેરે ગુણોને લાભ તેની વૃદ્ધિ (ઉત્કર્ષ) સર્વ લેકના ચિત્તને આનંદ ઉપજાવવામાં નિમિતભૂત થવું એ અનંતર એટલે તાત્કાળિક ફળ છે.
સારી ગતિ એટલે સૌ ધર્મ દેવલોકાદિ સારા સ્થાનમાં જન્મ થ તે દેવકમાં ઉત્તમ રૂપ, સંપત્તિ, સ્થિતિ, પ્રભાવ, કાંતિ, શુભલેસ્યાને વેગ થાય છે. અવધિજ્ઞાન, નિર્મળ ઈદ્રિ, ઉત્કૃષ્ટ ભેગનાં સાધને. દિવ્ય વિમાનને સમુહ, મનહર ઉધાને, રમ્ય જળાશય, સુંદર અપ્સરાએ, અતિ નિપુણ સેવાકે, અતિ રમણિય નાટકવિધિ, ચતુર ઉદાર ભેગ, સદા ચિતને વિષે આનંદ અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com