________________
વાત બધી ભૂલી જશે. એ બીજા ઘરમાં કે કુટુંબમાં હતા એ વાત બિલકુલ તેને સ્વપ્ન જેવી થઈ પડશે. બસ, આ મારી આજ્ઞાને તમે શિરસાવધ કરી લેજે. નહિ તે તમારા બુરા હાલ થશે.”
પિતાની સાસુની આવી સખત ધમકીથી તે બિચારી ચારે ચતુરા માખણ જેવી નરમ થઈ ગઈ. પછી કયવનાની સાથે હળવે હળવે પરિચય વધતાં તેમની વચ્ચે પતિ-પત્ની જે સંબંધ થઈ ગયે. ભવિતવ્યતાની કળા વિચિત્ર છે. તે ચારે મદમાતી માનિનીઓની સાથે જોગ વિલાસ કરતાં કયવનેને બાર વરસ વ્યતીત થઈ ગયા. સુખ સામગ્રીમાં બાર વરસ તે બાર ઘડી જેવા લાગે છે અને વિષમાવસ્થામાં બાર ઘડી કહાડવી તે બાર વરસ જેવડી થઈ પડે છે. એમ કરતાં કચવનાને તે ચારે પ્રમદાએથી ચાર પુત્રો થયા, તે મેટા થતાં કંઈક લખતાં વાંચતાં શીખ્યા, ત્યારે પેલી વૃદ્ધાને વિચાર છે કે હવે મારા પોત્રે મોટા થયા, એટલે રાજા આ ઘરની મિલકતમાં હાથ નાખી શકશે નહિ. માટે હવે એ પુરૂષને ઘર બહાર કર જોઈએ.” એમ વિચારીને તેણે ચારે વહુને કહ્યું- “જેમ આર સ પહેલાં એ પુરૂષને જેવી હાલતમાં તમે લાવી, તેવી તેમાં તેને પાછે તેજ સ્થાને મુકી આવે. હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com