________________
ગ્રંથમાળા નં. ૧૫
૬ નામ
આઠમુહૂર્ત ૨૦ કટાકેટિ સાગરેપમ ૭ ગેત્ર ૮ અંતરાય અંતમુહૂર્ત ૩૦ કટાકેટિ સાગરોપમ
જઘન્ય સ્થિતિથી એક સમય અધિક અને ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય ન્યૂન એવી મધ્યમ સ્થિતિ જાણવી.
૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિનું આયુષ્ય સાતમી નારકના તેમજ સર્વાર્થસિદ્ધ વિમાનવાસી જીવ એ બે પ્રકારના જીવને હોય છે. બાકીની સાત પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ મિથ્યાણિ પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય જીવને હોય છે.
અંતમુહૂતની મેંહનીયની જઘન્ય સ્થિતિ નવમા અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાને વર્તતા જીવને (મનુષ્યને) હેય છે. અંતમુહૂર્તની આયુષ્યની જઘન્ય સ્થિતિ તિર્યંચ અને મનુષ્ય એ બે પ્રકારના જીવને હોય છે. બાકીની છ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ સૂક્ષમ સંપરાય (દશમ) ગુણસ્થાને વતતા જીવને (મનુષ્યને) હોય છે.
કર્મબંધ પછી તરતજ કર્મવિપાક હેતું નથી. કર્મને અબાધાકાળ પૂરો થતાં કર્મવિપાક શરૂ થાય છે. પ્રત્યેક કર્મના જઘન્ય સ્થિતિબંધમાં જઘન્ય અબાધકાળ અંતઃમુહૂતને હેય છે. આયુષ્ય કમની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અબાધાકાળ પણ અંતમુહૂતને હોય છે. બાકીના અબાધાકાળ માટે નિયમ એ છે કે જેટલી કટાર્કટિ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેટલા સે વર્ષને ઉત્કૃષ્ટ અબાધાકાળ બાકીની સાત પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com