SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથમાળા નં. ૧૫ [ ૪આપતાં પ્રવચન તીર્થની સ્થાપના કરે છે, અને તેના શ્રવણના પરિણામે ભવ્ય છે જે પ્રત્યાખ્યાન કરે છે, તેના કારણે ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે. સપ્રતિપક્ષ બે દશક છેઃ (૧) સ્થાવરદશક અને (૨) સશક. સ્થાવરદશક આ પ્રમાણે છેઃ (૧) સ્થાવર, (૨) સૂમ, (૩) અપર્યાપ્ત, (૪) સાધારણ, (૫) અસ્થિર, (૬) અશુભ, (૭) દુરવાર, (૮) દુર્ભાગ, (૯) અનાદેય અને (૧૦) અયશકીર્તિ સ્થાવરદશક અને ત્રસદશક એ દરેક સપ્રતિપક્ષ હાઈ તેની સમજુતી એકીસાથે આપવી યોગ્ય લાગે છે, કારણ કે તે વિના તે સમજી ન શકાય. આવી પડતા ત્રાસને દૂર કરવા એક સ્થાનેથી બીજે સ્થાને ગમનાગમન કરવાની જીવની અશક્તિનું કારણ સ્થાવર નામકર્મ છે. આ કારણે જીવને સ્થાવર એવું શરીર પ્રાપ્ત થાય છે. આવી પડતા ત્રાસને દૂર કરવા એક સ્થાનેથી બીજા સ્થાને ગમનાગમન કરવાની જીવની શક્તિનું કારણ ત્રસ નામ-કર્મ છે, આ કારણે જીવને ત્રસ શરીર પ્રાપ્ત થાય છે. કોઈપણ ઈન્દ્રિયથી ન જાણુ શકાય તેવું સૂફમાતિસૂક્ષમ શરીર પ્રાપ્તિનું કારણ સહમનામકર્મ છે, જયારે કોઈપણ ઈન્દ્રિયથી જાણી શકાય તેવું સ્થૂલ શરીર પ્રાપ્તિનું કારણ બાદરનામ કમ છે. અપર્યાપ્ત અને પર્યાપ્ત એ બેની સમજ સારૂ પર્યાસિનું સ્વરૂપ સમજવાની આવશ્યકતા ઉભી થાય છે. કર્મના પિંડરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034920
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorChimanlal Dalsukhbhai Shah
PublisherManivijayji Granthmala
Publication Year1957
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy