________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૨૩
રાગરહિત પુરૂષદ્વારા પ્રણત તત્ત્વપર રૂચિ અને શ્રદ્ધા અને તેના ઉત્તરોત્તર વિકાસની પ્રવૃત્તિદ્વારા કરાતી શુદ્ધિ એ શ્રદ્ધા વિશુદ્ધિ છે. મોક્ષના આલંબન ભૂત એવા દેવ, ગુરૂ અને ધર્મ તેમજ એ દરેકના સાધનભૂત એવા શ્રુતજ્ઞાન આદિ પ્રતિ બહુમાન એ વિનય છે. નિરતિચાર વ્રતનું પાલન એ વ્રત છે. શુદ્ધ બ્રહ્મચર્યનું અખલિત પાલન એ શીલ છે. નિરંતર જાગૃત રહી ઉપયોગ સહિત જીવન વ્યવહાર કરે એ જ્ઞાનપયોગ છે. ભેગ-ઉપભોગનાં સાધન અને તે દ્વારા સધાતા ભેગ ઉપભેગની લાલસાથી વિરમવા સતત જાગૃતિ રાખવી એ સંવેગ છે. વિવેકપૂર્વક શક્તિ અનુસાર ન્યાયપાર્જિત દ્રવ્યવડે કરાતું સુપાત્રદાન એ ત્યાગ છે. વિવેકપૂર્વક શક્તિ અનુસાર બાહ્ય અને અત્યંતર તપનું આચરણ એ તપ છે. ચતુર્વિધ સંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) અને વિશેષતઃ વ્રતધારીની સેવા એ સંઘ અને સાધુની વિયાવૃત્ય છે. વીતરાગ દેવ અને તેની પ્રતિમા પ્રતિ બહુમાન અહંક્તિ છે. આચાર બતાવનાર તેમજ આપનાર એવા આચાર્ય પ્રતિ બહુમાન આચાર્યભક્તિ છે. વિદ્વાન તેમજ તેના જ્ઞાન પ્રતિ આદરભાવ એ બહુશ્રુતભક્તિ છે. જ્ઞાન અને તેના સાધન પ્રતિ આદર એ પ્રવચનભક્તિ છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન (પરચખાણ) એ છ આવશ્યકની સતત પ્રવૃત્તિ એ આવશ્યક અપરિહાર છે. અભિમાન તજી મોક્ષમાર્ગ જીવનમાં ઉતારી કૃતાર્થ બની લોકહિત અર્થે મોક્ષમાર્ગના પ્રચારક બનવું એ માર્ગ પ્રભાવના છે. સમાનધર્મી તેમજ સિદ્ધાંત પર નિષ્કામ પ્રેમ એ પ્રવચનવાત્સલ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com