________________
णमो समणस्स भगवओ महावीरस्स પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી ગ્રંથમાલા નં. ૧૫
કર્મવિચાર
પદ્રવ્ય :
અનાદિ એવા આ વિશ્વમાં મૂળભૂત બે ત છે. (૧) જીવ અને (૨) અજીવ.
જીવનું લક્ષણ ઉપયોગ છે; જીવનું ઉપયોગ લક્ષણ તેનામાં બે રીતે કાર્ય કરે છે: (૧) સામાન્યજ્ઞાન અથવા દર્શનરૂપે અને (૨) વિશેષજ્ઞાન અથવા જ્ઞાનરૂપે. શેયદ્રવ્ય અથવા વિષયની હંમેશાં બે બાજુ હોય છે; (૧) સામાન્ય અને (૨) વિશેષ. આ બન્ને બાજુઓને આપણે સામાન્યગુણ અને વિશેષગુણ એ નામે ઓળખીએ પણ છીએ. સામાન્યગુણની પિછાન કરાવે એ સામાન્યજ્ઞાન અથવા દર્શનઉપયોગ છે. જ્યારે વિશેષગુણની પિછાન કરાવે એ વિશેષજ્ઞાન અથવા જ્ઞાનઉપયોગ છે. આ બન્ને ઉપયોગ વાપરવાથી જીવ યદ્રવ્ય અથવા વિષયઅંગે પૂરે પરિચય મેળવી શકે છે.
સ્વરુપ નામ, જાતિ, ગુણ અને ક્રિયા આદિ જાણ્યા વિના કરાતું—દ્રવ્ય અથવા વિષયનું અવ્યક્તજ્ઞાન એ સામાન્યજ્ઞાન છે;
૧ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૨, સૂત્ર ૮–૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com