________________
૧૬ ]
પૂર્વ ૫'ન્યાસજી શ્રીમણિવિજયજી
સર્વ જીવ પ્રતિ મૈત્રી, અધિક ગુણવાન જીવ પ્રતિ પ્રમાદ; ધન, ધાન્ય, તનસુખ, લેાગ, ઉપલેગ, ધમ આદિ સામગ્રીના અભાવે તેમ જ આધિ, વ્યાધિ અને ઉપાધિ આદિના કારણે દુઃખી જીવ પ્રતિ કરૂણા અને વિપરીત મતિ તેમ જ વૃત્તિવાળા જીવ પ્રતિ માધ્યસ્થ્ય ભાવ રાખી સમ્યગ્દર્શન સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત, ચાર શિક્ષાવ્રત તેમ જ અન્યત્રત, નિયમ, આદિ સ્વીકારી જીવ પેાતાના દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ આત્મગુણના વિકાસ સાધવા આ ગુણસ્થાનથી શરૂઆત કરે છે. આમ આ ગુણસ્થાને જીવ પેાતાના આય્ત્મિક વિકાસ માટે ઇચ્છા, સંકલ્પ અને શ્રદ્ધા સહિત મર્યાદિત તાલીમ શરૂ કરે છે અને તે પ્રકારે જીવન જીવતાં ક્રોધ આદિ કષાયને વશ ન થઇ જવાય તેની વિવેકપૂર્વક તપાસ પણુ રાખતા રહે છે. આ રીતે આ ગુરુસ્થાને જીવ મર્યાદિત અસત્પ્રવૃત્તિ ત્યાગ, સત્પ્રવૃત્તિના આદર આદિ અમલમાં મૂકતા થાય છે. આ કારણે આ ગુણસ્થાન દેશવિરત ( અંશતઃ ત્યાગ) અથવા સંયમાસ ચમ કહેવાય છે; અને તે ઉત્ક્રાંતિ સ્થાન પણ છે. ચેાથા ગુહ્યુસ્થાન કરતાં આ ગુણસ્થાને જીવની સકામ નિર્જરાની માત્રા તેના અશતઃ ત્યાગની માત્રા અનુસાર વધતી રહે છે અને જેમ જેમ જીવ તેના વ્રત, નિયમ, પચ્ચખાણુ, તપ, સયમ, ધ્યાન, આદિમાં પ્રગતિ સાથે છે તેમ તેમ તે માત્રા વિકાસ પામતી જાય છે. દેશચારિત્રની અપેક્ષાએ આ ગુણુસ્થાનની જઘન્ય સ્થિતિ અંતઃમુહૂત્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ શેન કોડ ( એક ક્રોડપૂર્વમાં આઠ વર્ષ ન્યૂન ) છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com