________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૦૯
આ ગુણસ્થાને જીવને સ્વાર્થ, વાસના, સંગ્રહવૃત્તિ, ભોગઉપલેગ, વાસનાવૃત્તિ આદિ ત્યાજ્ય ભાસે છે. પરંતુ પૂર્વાજિંત મેહના તીવસંસ્કારની પ્રબલ અસરના કારણે નવા સંસ્કાર તેનામાં સ્થિર થતા નથી અર્થાત્ ટકી શકતા નથી. આ ગુણસ્થાને જીવના વિચાર-અધ્યવસાય-એટલા ચલવિચલ–ડેલાયમાન રહે છે કે આ અવસ્થામાં જીવને સમ્યકત્વની શુદ્ધિ નથી તેમજ મિથ્યાત્વની મલીનતા પણ નથી; તે કારણે જીવ આ ગુણસ્થાને મધ્યમ પરિણામી હોય છે. આમ જીવના અધ્યવસાય મધ્યમ પરિણામી હાઈ આ અવસ્થામાં જીવ એકાંતે સમ્યકત્વી નથી, તેમજ મિથ્યાત્વી પણ નથી.
સાંશયિક મિથ્યાત્વ અને મિશ્રગુણસ્થાન એ બે વચ્ચે મહાન તફાવત છે. સાંશયિક મિથ્યાત્વમાં સ્વાર્થ, વાસના, સંગ્રહવૃત્તિ, ભેગ-ઉપભેગ, વાસના તૃપ્તિ આદિ વશ જીવ હોય છે. આ સ્થિતિમાં જૈન દર્શનના અહ૫ પરિચયથી તેમાં પિતે માનેલ તો અને જૈન દર્શનના ત એ એના દેખાતા ભેદના કારણે તેને સંશય ઉદ્દભવે છે. પરંતુ તે સંશય છેદવાનાં સાધન હોવા છતાં તદર્થે પ્રયત્ન પણ છવ કરતું નથી અને તેથી તે નિરંતર શક્તિ રહ્યા કરે છે. મિશ્ર ગુણસ્થાનમાં જીવને સ્વાર્થ, વાસના, સંગ્રહવૃત્તિ, ભેગ-ઉપભેગ, વાસનાતૃપ્તિ આદિ ત્યાજય ભાસે છે અને પરમાર્થ હિતકર પણ લાગે છે, પરંતુ મિથ્યાત્વના પૂર્વ સંસ્કાર તેના અધ્યવસાય મધ્યમ શુદ્ધિવાળા રાખે છે.
આ ગુણસ્થાન પણ સાદિસાંત છે અને તેની સ્થિતિ અંતમુહૂર્તની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com