________________
૯૬ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી શકે છે; નારક, તિર્યંચ અને દેવ એ દરેક ગતિમાં જીવને ઔપથમિક અને ક્ષાપશમિક એ બે પ્રકારનાં સમ્યગદર્શન પ્રાપ્ત થઈ શકે છે; પરંતુ એકી સમયે ગમે તે એક હોઈ શકે છે. મનુષ્ય ગતિમાં ત્રણ પ્રકારનાં સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ એક સમયે ગમે તે એક પ્રકારનું સન્મુદર્શન તેને હોઈ શકે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયમેહનીય અને તે ઉપરાંત દર્શનમેહનીય એ દરેકને ઉપશમ થતાં જીવ પ્રથમવાર ઔપશમિક સમ્યગદર્શન પામે છે. ચાર કષાય મેહનીય અને સમ્યકત્વ મોહનીયને પશમ થતાં જીવ શાપથમિક સમ્યગદર્શન પામી શકે છે; ચાર કષાય મેહનીય અને (મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ) દર્શન મોહનીય એ દરેકને ક્ષય થતાં જીવ ક્ષાયિક સમ્યગદર્શન પામી શકે છે.
ઔપશમિક સમ્યગુદર્શન સાદિસાંત હોઈ તેની સ્થિતિ અંતમુહૂર્તની છે. ક્ષાપથમિક સમ્યગદર્શન પણ સાદિ સાન્ત હોઈ તેની જઘન્ય સ્થિતિ અંતઃમુહૂત અને ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમ સાધિક છે. ક્ષાયિક સમ્યગદર્શન સાદિ અનંત છે, ક્ષાયિક સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પછી તે જીવમાંથી લેપ પામતું નથી. અનંત સંસારમાં એક જ જીવ ઔપથમિક સમ્યગદર્શન પાંચ વખત, ક્ષાપશમિક સમ્યગદર્શન અસંખ્યાત વખત અને ક્ષાયિક સમ્યગદર્શન એક જ વખત પ્રાપ્ત કરી શકે છે. અભવ્ય જીવ અનંત સંસારી છે; અભવ્ય જીવને સમ્યગદર્શનની લાયકાત જ હતી નથી, તેને કાયમ સિંખ્યાત્વ હેય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com