________________
ગ્રંથમાળા નં. ૧૫.
[ ૮૫
આ જીવ પોતાના શરીર, હલનચલન શક્તિ, દશ પ્રાણ અને છ પર્યાપ્તિદ્વારા આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા સ્વતંત્ર જુદી જુદી જુદા જુદા સમયે અનુભવતાં જીવનસંવર્ધન કરે છે. ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ આ રીતે વ્યવહાર કરતાં જીવ તિર્યંચ ગતિ તજી મનુષ્ય ગતિમાં આવે છે.
સમગ્ર તિર્યંચ અને મનુષ્ય એ દરેક જાતિમાંથી જીવ નારક, તિર્યંચ (બાદર નિગોદથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાં) મનુષ્ય અને દેવ એ ચાર ગતિમાની ગમે તે એક ગતિમાં જઈ શકે છે. ઉલ્કાન્તિ-કમની મર્યાદા
ઉપરોક્ત જીવને ઉત્ક્રાન્તિકમ સર્વ જીવને સામાન્યતઃ લાગુ પડે છે, તેમાં અપવાદ હોઈ શકે છે. સૂમ નિગોદમાંથી જીવ સીધે પ્રત્યેક શરીરી કેઈપણ જાતિમાં અપવાદ તરીકે જઈ શકે છે. આવા અપવાદને એક દાખલો મારૂદેવા માતાને છે. પ્રત્યેક શરીરી-પ્રત્યેક વનસ્પતિકાય તરીકે કેળના ભવમાં બેરડીના કાંટાથી થતા નિરંતર દુઃખને (ઉપસર્ગને) આકસ્મિક સમભાવે જીવન પર્યત સહન કરવાના કારણે કરેલ અકામનિર્જરાના પ્રતાપે તે ત્યાંથી સીધા પંચેન્દ્રિય મનુષ્ય તરીકે ભ૦ અષભદેવના માતા તરીકે નાભિરાજાની સાથે યુગલિકરૂપે જન્મ લઈ શકયાં. તેમના માટે આટલું જ બસ નથી, તેમની તીવ્ર અકામનિર્જરાના પ્રતાપે સ્વલ્પ મને મંથનના પ્રતાપે કેવલજ્ઞાન અને સિદ્ધિપદ પણ વર્યા. આ દષ્ટાન્ત તે અપવાદ છે; અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com