SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી વીરચંદભાઈ તરફથી એક નવકારશી થઈ. અને બીજી નવકારશી સંઘવીએ કરી. પરમાત્માને સંઘવી તરફથી કિંમતી આંગી રચાવવામાં આવી, તથા ઠાઠમાઠથી પૂજા ભણાવવામાં આવી. ત્યાં ત્રણ દિવસ રેકાઈ ત્યાંથી પંચાસર તથા દસાડા થઈ પાટડી આવતાં પાટડીના સંઘ તરફથી ધામધૂમથી સામૈયું થયું તથા નવકારશી કરવામાં આવી. પાટડીથી સંઘ ઉપરીયાળા તીથ આવ્યો. ત્યાં પરમાત્માના ભવ્ય પ્રતિમાજીને આંગી રચાવવામાં આવી, તથા ઠાઠમાઠથી પૂજા ભણાવી. વળી ભાતાખાતું વિગેરે ખાતાએમાં સંઘવીએ રૂપિયા ૫૦૦) આપી લક્ષ્મીને સદ્વ્યય કર્યો. ઉપરીયાળા તીર્થથી સંઘ બજાણું થઈવઢવાણુકંપ આવ્યા. વઢવાણકૅપમાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે ચૈત્રી પૂનમના દેવ વંદાવ્યા. દેવવંદનની પવિત્ર ક્રિયા પૂર્ણ થતાં સંઘવી તરફથી પંડાની પ્રભાવના કરવામાં આવી. ત્યાંથી વઢવાણસીટી થઈ લીંબડી આવતાં લીંબડીના સંઘે નવકારશી કરી. ત્યાંથી ચૂડા, રાણપુર, બોટાદ, લાઠીદડ, લાખેણું, પચ્છેગામ અને સણેસરા થઈ નવાગામમાં સંઘે પડાવ નાખે. અહીં પાલીતાણાની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મુનીમ હરિલાલ કીકાભાઈ વિગેરે સંગ્રહસ્થ સંઘની સામે આવ્યા. પંન્યાસજી મહારાજના સદુપદેશથી સંઘવીએ પેઢીના જુદાજુદા ખાતાઓમાં રૂપિયા ત્રણ હજારની મદદ કરી, નવાગામથી સંઘ ચૈત્ર વદિ ૧૧ ના રોજ પાલીતાણું આવતાં તેનું શાનદાર સામૈયું. થયું. ઈન્દ્રધ્વજ, દરબારી બેંડ, ભાવનગરનું મીઠું બેંડ, પાલીતાણું શહેરનું બેંડ, ઘોડેસ્વારે તથા પાયદળ વિગેરે પુષ્કળ સાધનસામગ્રી ઉપરાંત ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિ સૂરીશ્વરજી મહારાજ વિગેરે મુનિવર્યો, સાધ્વીજી મહારાજે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034916
Book TitlePanyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy