________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(૫૫) સંઘમાં મુનિ મહારાજે તથા સાધ્વીજી મહારાજેના ૬૦ ઠાણા હતા, શ્રાવકભાઈઓ અને શ્રાવિકાબહેને વિગેરે અઢી હજાર માણસ હતા, વળી ચાર મોટર, અઢીસે ગાડાં તથા તંબુ વિગેરે પુષ્કળ સાધન-સામગ્રી હતી. સંઘે પહેલે દિવસે શીલધરથી એકગાઉ દૂર પડાવ નાખે, એ દિવસે સંઘવી તરફથી નવકારશી થઈ, તથા આખા ગામમાં ધૂમાડો બંધ કરાવી અઢારે નાંતના માણસેને મિષ્ટાન્ન ભેજન કરાવ્યું. સંઘ શીલધરથી દાંતેરાય આવતાં ત્યાંના સંઘમાં અતિશય કુસંપ હતા તે પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી દૂર કરાવ્યે. વળી કેટલાક શ્રાવકભાઈઓ પાસે દેવદ્રવ્યની મોટી રકમ લેણું ખેંચાતી હતી, તે સદુપદેશ આપી પતાવીને ચેપડા ખા કરાવ્યા. દાંતરાયથી સંઘ શ્રી જીરાવલા પાશ્વનાથ તીર્થ આવતાં ત્યાંના સંઘ તરફથી ઠાઠમાઠથી સામૈયું થયું. અહીં સંઘને પડાવ ત્રણ દિવસ રહ્યો. સંઘ ત્યાંથી મઢાર આવ્યો, ત્યાં સંઘવી તરફથી ત્રણે દિવસ નવકારશી થઈ. મઢારથી ડીસાકાપ આવતાં એક દિવસ ડીસાના સંઘ તરફથી અને એક દિવસ સંઘવી તરફથી એમ બે નવકારશી થઈ. ત્યાંથી જુના ડીસા થઈ ભીલડીયા પાશ્વનાથસ્વામીની યાત્રા કરી ચારૂપ તીથ આવતાં ત્યાં સંઘને પડાવ બે દિવસ રહ્યો. ચારૂપથી સંઘ પાટણ આવ્યું અને ત્યાં ત્રણ દિવસ રોકાયો. પાટણના વિવેકી સંઘે બે દિવસ નવકારશી કરી, અને એક દિવસ શીલપરને સંઘવી તરફથી નવકારશી થઈ. પાટણથી હારીજ આવતાં ત્યાં સંઘવી તરફથી બે દિવસ નવકારશી થઈ. હારીજથી સંઘ શ્રી શંખેશ્વરજી તીર્થ આવ્યો, અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથસ્વામીનાં દર્શનપૂજન કરી પરમ આહલાદ પામ્યા. અહીં સંઘવીના મુનીમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com