________________
જુનાગઢમાં દિક્ષા.
ભાઈઓ દષ્ટાંતથી વિચાર કરો. ભૂમીમાં બીજ રોપાય છે. ફણગો ફૂટે છે. છોડ થાય છે. રૂતુ આવતા કુલ આવે છે. ફળ લાગે છે. પાકે છે. પછી આપોઆપ સુકાવા માંડે છે. તે દષ્ટાંત યુક્ત પશુ હો યા પક્ષી, રંક હો યા રાજા. શેઠ હો યા નેકર દરેક માટે ઉપર મુજબને ક્રમ છે. દષ્ટિ કરો જીવ ગર્ભમાં આવ્યો નવ માસ સુધી માતાના પેટમાં રહ્યો. તે પણ ઉંધા માથે અનંતા દુ:ખને સહન કરતા કાળ પૂર્ણ થતા જ બાળક તરીકે જન્મ થયે. જરા મોટે થયે બેલતા અને ચાલતા શીખે. વ્યવહારિક જ્ઞાન મેળળી વ્યવહારમાં બંધાયે. વૈવનમાં પ્રવેશ થયે. લગ્ન થયા પાપને પષતા પાપના ફળ રૂપ સંતતી જન્મી ત્યાં તે વૃદ્ધાવસ્થા આવી. શરીર જીણું બન્યું. આમાની શક્તિ ન રહી. અને જેતા વારમાં જ જીવન કાળપાશમાં ઘેરાયું. અને જીવન સમાપ્ત થયું. આવી રીતે અનેક કાળચકો આવાજ ક્રમમાં આપણા આત્માએ પસાર કર્યા માટે હવે કર્મની સત્તાને તેડવા આ સંયમની ભુમીમાં આત્માને લાવે. નવરાશના વખતમાં જ્યારે શિષ્ય ભેગા થાય એટલે કાળીદાસ આવી રીતે પિતાના સંગાથીઓને વચનામૃતથી સંસારની અસારતા સીદ્ધ કરતાં કઈ કઈ વાર પૂજ્ય શ્રી જ્યચંદ્રજી પણ છાના
: ૪૩ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com