________________
દિક્ષાની ભાવના.
પૂજ્યશ્રીએ કહ્યું કાળીયા ફ્રી આવજે. પૂજ્યશ્રીના વચન સાંભળી અશ્રુ સહીત દેહ પિતાની સાથે ઘર તરફ આવ્યેા. પણ આત્મા તે ગુરૂ પાસેજ રહ્યો. અને આવ્યા પછી ઘરમાં ન ગમ્યું. દિવસ અને રાત ગુરૂની શિક્ષણ પદ્ધતિ વાણીવિલાસ, બીજા શિષ્યાની સાથે જ્ઞાન ગાષ્ટિ વીગેરે યાદ આવવા મડ્યા. એક દીવસ એક માસ જેવા લાગવા માંડ્યો. માતા પિતા, પુત્ર હવે યુવાન વયમા આવ્યેા છે માટે તેના વિવાહ કરવા જોઇએ તેના વિચારમાં પડ્યા અને કાળીદાસે આ વાત જાણી. દુનીયામાં એવા પ્રસંગેા ઉત્પન્ન થાય છે કે જે પ્રસંગથી
માણસ વૈરાગ્યવાન બને છે. તદ્ભનુસાર જ્યારે કાળીદાસે પેાતાના વિવાહની વાત સાંભળી ત્યારે વિચાર કરતા સ્વગત મનમાં ખેલવા લાગ્યા શુ પરણ્યા વગર માણુસથી ન રહેવાય ? શું યાવન એટલેજ પરણવું ? ચાવનની પરિપૂર્ણતા એમાંજ લાવવાની ? શું પરણવામાં સુખ છે? દુન્યવી આત્માએ તેમાંજ સુખ માને છે? અનેક પરઘેલાની જીંદગીમાં આગ આગ સળગે છે. અનેક પરણેલાઓને સંસાર કેમ ચલાવવા એ મુશ્કેલ અને છે. જ્યારે આ પ્રમાણે છે તેા મારા આત્માને શા માટે દુ:ખમાં નાખું ? માનવ જીવનની ઉન્નતિના
ઃ ૨૫ ઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com