________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
ગામઠી શાળામાં કાળીદાસને મુકયે. દરરોજ અન્ય બાળકોની સાથે ગામઠી શાળામાં ભણવા જાય અને ત્યાંથી સીદ્ધો ઘરે આવે. હવે એ સિવાય કાળીદાસને બીજુ કાર્યક્ષેત્ર નહોતું. અભ્યાસમાં હંમેશ નિયમ સર રહેતો. કાળીદાસને વિનય જોઈ માસ્તર પણ બહુજ તેના પર પ્રેમથી જોતા. બીજા છોકરાઓની સાથે સંપથી રહી શિક્ષણમાં ઉચ્ચ નંબરના વિદ્યાથી તરીકે દરેકની પ્રસંશા મેળવી.
ઉંમરના વરસને આંકડો વધતો ગયે અને શિક્ષણમાં વૃદ્ધી થતી ગઈ. પુસ્તકો તેજ તેના રમકડાં હતા. વરસ ઉપર વરસ ચાલ્યાં અને કાળીદાસની ઉંમર પંદર વર્ષની થઈ તીવ્રબુદ્ધિના પ્રતાપે વ્યવહારીક ધોરણે પસાર કર્યા. હવે સંસારીક કેળવણી ઉપરથી મન ઉઠી ગયું અને દીવસે દીવસે તેના પર અણગમે આવવા લાગે એક દીવસે નિશાળમાં રજા હતી. તેથી અભ્યાસથી નિવૃત્ત થઈ ઘરમાંથી નીકળી બપોરના ટાઈમે પિતાની પાસે દુકાને આવી બેઠે. પિતા તો ઘરાકોની સાથે માથાકુટમાં હતા. ઘરાકને કાપડ ઓછી કીંમતે જોઈતું હતું અને પિતાશ્રીને ઓછી કીંમતે આપવું નહોતું અત્તે ઘરાક ગયો. તેના ગયા પછી કાળીદાસે દોલાજીને કાપડની કીંમત પુછી
: ૧૪ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com