________________
બાલ્ય કાળ.
બાળક જ્યારે જન્મે છે ત્યારે તેને પોતાની અને જગતની ખબર હોતી નથી. પોતે જપે એવું જ્ઞાન પણ તેને હેતું નથી અને જગત એટલે શું તે વિષે પણ તે કાંઈ જાણતો નથી. તે જ પ્રમાણે નેજીબાઈએ જન્મેલ બાળક પણ પિતાથી અને જગતથી અજાણ હતો. ભવિષ્યમાં આ કોઈ મહાપુરૂષ થાશે એમ તેના મુખ ઉપરના તેજ અને રેખાઓ ઉપરથી જણાતું હતું. ગર્ભકાળથી જ ઉત્તમ દેહદ વડે અને જયા પછી પ્રભાવીક પણાના ચીન્હો વડે બાળકનું નામ કાળીદાસ પાડયું. જન્મથી જ તેના શરીરને બાંધો સુદ્રઢ હતો સુશોભીત વદન કમળ, અષ્ટમિના ચંદ્ર જેવું લલાટ, દીર્ઘ ભુજાએ કુર્મોન્નત ચરણ,
: ૧૦ •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com