________________
૧૬ તમે આવો અને દયાને ઝરે વહેવરાવવા જગતને માર્ગ બતાવે તેમ ૧૯૦૮ માં તેમની વિચારક શક્તિ આ ચરિત્ર લેખકે યોજેલા દિક્ષાની ભાવના એ નાનકડાં એવાં પ્રકરણમાં પૂજ્યશ્રીની વિચારક શક્તિ અર્વાચીન ભારતમાં શોધી જડે નહિ. તેમની સાધક દશા તો આજે મેંઘી બની છે. આજના માનવ સમુહમાં તેમના જેટલી સાધક દશા ક્યાં સંતની છે તે કલ્પના પણ બુદ્ધીને કસવી પડે. બાલ્યવયમાંથી પસાર થઇ ગુરૂના સંગે વિચારોમાં વૈરાગ્યનું મોજું આપ્યું. અને માતપિતાને સમજાવી ત્યાગવૃત્તમાં અલંકૃત થયા ત્યારપછી તેમનું જ્ઞાનબળ સંયમની આરાધના બ્રહ્મચર્યના તપોવનમાં તેમને વિહાર તત્વજ્ઞાનની ઉચ્ચતમ શ્રેણીમાં દિવસે દિવસે આગળ વધતા તેમની આત્મસાધક વૃતીની અડગતાને ખ્યાલ પાઠકગણને સુરતના ગામડાના બનાવ ઉપરથી જ અનુભવ થાય તેવો છે. અને આચાર્ય પદ ઉપર આવ્યા પછી હજારે મનુષ્યોને મંત્રમુગ્ધ બનાવે તેવી વાકપટુતા પણ અનેક વિદ્વાનને શરમાવે તેવી હતી. તેમ ચારિત્રબળને પ્રભાવ તે તેમના જીવનમાં ત્રણ પ્રસંગે એવા છે કે વાંચકને સહેજે તેમના ચારિત્ર ઉપર પૂજ્ય ભાવ પ્રગટે અને તે ચારિત્રબળને અંગે તેમની નિર્ભય વૃતી પણ દેખાઈ આવે. કર્તવ્યને માટે લોકાપવાદનો ભય પણ તેમણે જીવનમાંથી દુર કર્યો હતો. તેમને વિહાર પ્રદેશ પણ અત્યારના મુનિવરોની જેમ સંકુચિત નહોતે પણ વિશાળ હતું તે સર્વ માહીતી તેમના અભુત જીવનને પરિચય તેમના જીવનના સંપૂર્ણ વાંચનથી પાઠક વર્ગના ખ્યાલમાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com