________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
ક
અને તેથી ભકિતવાન શ્રાવકોના અત્યાગ્રહથી પોતે ત્યાં જ હવે સ્થીરવાસ રહી જાગૃત જીવન ગાળવાનાં વિચાર કરી રહ્યા હતાં. અને તેને અંગે ગચ્છને તમામ કારભાર વિદ્વાન શિષ્યરત્ન શ્રી ખુબચંદ્રજીને આચાર્યપદ આપી ગાદી ઉપર સ્થાપન કરી બાકી રહેલું જીવન ઉરણમાં રહી ધ્યાન અને જ્ઞાનની ભૂમિકામાં પસાર કરવા વિચાર કરી રહ્યા હતાં. વિચારોની પરીપકવ દશા કરી ચાતુર્માસ પુરૂ કરીને પછી આચાર્યપદ શ્રી ખુબચંદ્રજીને આપવાને શ્રીસંઘમાં પોતાને નિણય જાહેર કર્યો. સંધમાં આનંદની તે સીમા જ રહી નહી. આચાર્ય પદાર્પણને મહત્સવ કયારે વળી આપણા ગામમાં થાય. આ તે આપણું અહોભાગ્ય કે જેથી પૂજ્યશ્રીએ ખુબચંદ્રજીને આચાર્યપદ અહીં આપવાનો નિશ્ચય કર્યો. સંઘની આગેવાન વ્યક્તિઓ તથા અન્ય મનુષ્ય પરસ્પર આવી વાતો કરી રહ્યા હતા. ગામેગામ જ્યાં લંકાગચ્છના ઘરે છે એવા કાઠીયાવાડ, ગુજરાત, મારવાડ, મેવાડ, માલવા, પંજાબ વિગેરે પ્રત્યેક સ્થળોએ ઉરણ શ્રીસંઘ તરફથી આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી. પૂજ્યશ્રીના કાઠીયાવાડમાં વધારે વખતના પ્રવાસથી કાઠીયાવાડના સજજને પૂજ્યશ્રીના અનન્ય ભક્ત બન્યા હતા. અને
: ૧૪ર :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com