________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
બંધારણના પ્રતાપે સાધુઓના અવગુણે ન જવાય અને પૂજ્ય ભાવના ઉપર શંકા ન લવાય. એ દૈવી હક્કની માન્યતા પરાપૂર્વથી ચાલી આવતા જૈન સમાજમાં એવા પાયા મજબુત બનાવ્યાં છે કે વી હકકની ખુમારીમાં સાધુ સમાજના અસહ્ય અત્યાચારે સામે આંખ મીચામણ કરવા પડે છે. જૈન સમાજના વર્તમાન અને દશાના આ સ્વરૂપને જેનાર કઈ પણ વિચારક ગભરાયા વીના ન રહે. અસ્તુ.
વાંચક! પૂWશ્રી ગોંડલમાં આવી ચાતુર્માસ રહ્યા. વ્યાખ્યાનથી જેન તેમજ જૈનેતર સેંકડોની સંખ્યામાં પૂજ્યશ્રીના વચનામૃતે સાંભળી સંતુષ્ટ થતાં, અને ત્યાગ, પ્રત્યાખ્યાન અને એવી ધર્મની કરણી, ચાતુર્માસમાં શ્રાવકો કરતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાનુસાર સદુપદેશથી પૂજ્ય શ્રી ધર્મ અને સમાજની સારી સેવા બજાવતાં. શુદ્ધ સંયમને પ્રભાવ જ એ છે કે જ્યાં જાય ત્યાં વિજય ધ્વજ ફરકે. પૂજ્યશ્રીએ વ્યાખ્યાન દ્વારા જનતાને સમજાવ્યું કે ગુણાનુ રાગી થાઓ. વેરભાવને ત્યાગ કરો. વાડાઓને મોહ ન રાખે. સર્વ ધર્મ પ્રત્યે સમદષ્ટિ રાખો વગેરે પક્ષપાત રહિત ઉપદેશથી જનતાને પણ આનંદ થતો બહાર ગામના મેહમાને માટે ગંડલ શ્રીસંઘે બીજાઓની જેમ સારી વ્યવસ્થા
*: ૧૩૦ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com