________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
~~
~
મુખ ઉપર અલોકીક નીર્દોષતા હતી આંખોમાં સંયમનું તેજ હતું. પૂજ્યશ્રીના વચનામૃત નાજ રે સાંભળ્યા. પૂજ્યશ્રીની જુબાની લખી અને નાજરની ભાવના અને મનોદશા તે ફરી ગઈ હતી. તેણે તે મનમાં નક્કી કર્યું હતું કે આવા પવીત્ર અને ઉપકારી પુરૂષોને ઉતારી પાડવાની આ જાળ છે. એમ વીચારી પૂજ્યશ્રીને નમન કરી જોધપુર જઈ જુબાની રજુ કરી વિરોધીઓએ કહ્યું, તે મહારાજ તથા તેમના સેવકે ઘણજ પૈસાવાળા છે. નાજરને પૈસા આપ્યા છે માટે બીજે મોકલે. બીજીવાર પૂજ્યશ્રીની જુબાની લેવા બીજા નાજરને મોકલવામાં આવ્યા ઉંટ ઉપર તે પણ પૂજ્યશ્રી આગળ આવ્યાં ભવ્ય મુખ મુદ્રાના અપૂર્વ તેજમાં જુબાની લેવા આવનાર ક્ષેભ પામ્યા. જ્યાં સાક્ષાત પવીત્રતાજ નીતરતી દેખાય એવા પૂજ્યશ્રીના વચન સાંભળી નક્કી કર્યું કે વિરોધી પક્ષને એક જાતને પ્રપંચ છે. પૂજ્યશ્રીને દોષીત બનાવી તેમની અપકીર્તિને જગતમાં પ્રચાર કરવાને આ હેતુ છે. વિશ્વ આખું જેને નમન કરે એવા જેના આચાર અને વિચાર છે. વિશ્વમાં આવા મહાત્માઓ થોડાજ હોય છે એમ સ્વગત કહી ત્યાંથી પૂજ્યશ્રીને નમન કરી પૂર્વવત જોધપુર આવી જુબાની રજુ કરી. બીજીવાર પણ
•: ૧૧૬ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com