________________
જોધપુરમાં કેસ.
~
~
~~
~~
~~
કે આ સાદડી મુકામે આચાર્યના આગમનથી તોફાન થયું અને તેમાં તેમની ઉશ્કેરણીથી અમારા માણસનું ખુન થયું. આવી વસ્તુને સમજાવતો કોર્ટમાં કેસ દાખલ કર્યો. તેની શરૂઆત થઈ કેસને નિકાલ ના આવે ત્યાં સુધી ગામમાંથી બહાર ન જવું તે જોધપુર સ્ટેટ તરફથી પૂજ્યશ્રી ઉપર ફરમાન નીકળ્યું. રાજ્ય આજ્ઞાને અમલ કરવા પૂજ્યશ્રીને રોકાવું પડયું વીરોધી પક્ષ તે આ કેસમાં પૂજ્ય શ્રીને સજા થાય એમ ઈચ્છી રહ્યો હતો અને તેથી પિતાની લાગવગ લગાવી રહ્યો હતો. મેટા અમલદારોની મુલાકાત કરી રહ્યાં હતાં. મહારાજશ્રીને જેલમાં બેસાડવા તેમાં શું ? એમ બોલી રહ્યા હતા. કેસ તૈયાર થતા કેસની તારીખ પડી આચાર્યશ્રી કોર્ટમાં નહી આવી શકે એમ શ્રાવકોના કહેવાથી રાયે પણ ધર્મગુરૂ જાણું તેમના માન ખાતર નાજર જુબાની લેવા તેમના સ્થાને આવશે એમ કહ્યું. કેસ ચાલ્યા જુબાની લેવાણી. પૂજ્યશ્રીની જુબાની આવતા તે જુબાની લેવા નાજર જોધપુરથી ઉંટ ઉપર રવાના થઈ આવ્યા. આજે પૂજ્યશ્રીની જુબાની છે એમ આખા ગામમાં વાત પ્રસરી ગઈ હતી. નાજર આવતાં પૂજ્યશ્રી પાસે તો સમાજ ભરચક બેઠો હતો. નાજર પૂજ્યશ્રીની પ્રતીભામાં અંજાયે
: ૧૧૫ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com