________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
દેશની અંદર બીજા સમાજે સાથે ઉભા રહેવાને વખત છે. સહકાર અને સંગઠન નહી કરનારી પ્રજા અંદર અંદર લઢીને દુનીયામાં જીવંત રહી જ નથી માટે વાંચક, તારામાં પણ જે સાંપ્રદાયિક ઝેર હોય તો તું પણ કાઢી નાખી વૈમનસ્યને ફગાવી દેજે અને સમાજમાં સંગઠન ફેલાવવા કફની ધારણ કરજે. સંગઠનને અર્થ તે ઘણેજ વિશાળ છે. જેન સંગઠન એટલે જેન નામ ધરાવતા આ આર્ય ભૂમીના એકેએક જૈનને જૈનત્વના ઝંડા નીચે ઉભે રાખવે તે. જેન સંગઠન એટલે ગમે તે ગછ કે સંપ્રદાયની ક્રિયા કરવા છતાં હૃદયમાં જૈનત્વનું ઉજ્વળ અભિમાન રાખતા લાખે જેનેને જેનત્વની કહાઈ સ્વીકારતા કરવા તે. જેને ધર્મનું પાલન કરનારા તથા દરરોજ પ્રાત:કાળે ધર્મ શ્રવણ કરી ધર્મની ક્રિયા કરનારા ઉભય ટંક પાપને આવવા જાણુને કરેલા પાપોની માફી માગવા પ્રતિક્રમણ કરનારા અને અન્ય મનુષ્યએ એટલું જ જાણવાની જરૂર છે કે સમાજના હૃદયમાં આ પૃથ્વી ઉપરથી નાશ કરી નાખવા એક પ્રકારનું સાંપ્રદાયિક ઝેર ઉત્પન્ન થયું છે અને તે ઝેરના કેફથી સમાજની પ્રવૃત્તિઓ વિનાશકારી દેખાય છે. જૈન સમાજ ઉપર આક્રમણ કરવા બીજા સમાજે તૈયાર થયા છે. અને તે
૧૦૪ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com