________________
૫૮
એમ કહેલ છે તે મનસ્વી જ છે. સ્વસ્તિક એ અગ્રપૂજા છે. પ્રભુની અંગપૂજા કર્યા પછી તે અગ્રપૂજા કરાય છે. પુષ્પ આદિ સચિત્ત દ્રવ્યોથી થતી પ્રભુની અંગપૂજા પણ સાવધ નહિ ગણાતી હોવાથી તે અંગપૂજા કર્યા પછી પણ ઇરિયાવહિ કરવાની હોતી નથી, તે તે પૂજા પછીની અચિત્ત ગણાતા અક્ષતના સ્વસ્તિક તરીકેની અગ્રપૂજા પછી તે ઈરિયાવહિ કરવાની હોય જ કેમ? એટલુંય ઉત્તર આપતાં ઉત્તરદાતાએ વિચાર્યું નથી તે શોચનીય છે.
(૩૬) કલ્યાણ વર્ષ ૯ અંક ૬-૭ પૃ. ૨૭૨ ક. ૨, શ્રી રમણલાલ કે. શાહ વાપીની “છોડ પરથી પુષ્પ તેડી પ્રભુજીને ચઢાવવા એમાં પાપ નથી?” એ શંકાનું જે
સ્વાભાવિક શુદ્ધ અને સ્વયં ઉતરેલાં ફુલે મળે તે અતિ ઉત્તમ છે ” પ્રમાણે સમાધાન આપેલ છે. તે સ્વયં ઉતરેલાં કુલે તે અચિત્ત જેવાં નિર્માલ્ય પ્રાય: લેખાતાં હાઈને જિનરાજની તેવા પુપોથી પૂજા કરવાને શાસ્ત્રમાં નિષેધ હોવાથી) મનસ્વી છે. તે સમાધાનમાં તે પછી આચાર્ય. શ્રીએ જે ““પરંતુ શાસનપ્રભાવનાની ખાતર યુગપ્રધાન આચાર્યપ્રવર શ્રી વજીસ્વામીએ પણ કુલે ભેગાં કરાવી શાસન પ્રભાવના કરી છે, એટલે શ્રાવકને પુછપે તેડીને પૂજા ન થાય એ એકાંત નિયમ બાંધવે તે ઠીક નથી.” એ પ્રમાણે વધારામાં લખ્યું છે તે, અહિં વદતે વ્યાઘાત રુ૫ છે અને સુધારાના નં. ૭૯ માં દર્શાવેલા તેઓશ્રીના મનસ્વી સમાધાનને પિતાનાંજ આ વચનથી અસત્ય ઠરાવનારું હોવાથી આનંદપ્રદ છે.
(૩૭) કલ્યાણ વર્ષ ૯ અંક ૯ પૃ. ૪૩૨ કે. ૧ શેઠ મૂળચંદ જ બુભાઈ શ્રોફ ખંભાતની “ આત્માના ભાવ (પરિણામ) શુભ, અશુભ એમ બે પ્રકારે કે શુભ, અશુભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com