________________
જૈનેએ અવશય સૂતક માનવું જ જોઈએ.
ઋતુવંતી સ્ત્રી-દિન ૩ અડકે નહિં, દિન ૪ પ્રતિક્રમણ કરે નહિં. [સાધ્વીજીઓને તથા ઉપધાનવાહિશ્રાવિકાઓને માટે ઉભય ટંક આવશ્યક નિયત હોવાથી અશક્ય પરિહાર છે.] તપશ્ચર્યા ગણાય દિન ૫ પછી પૂજા થાય. રોગાદિ કારણે ૩ દિવસ પછી અધિર જણાય તો વિવેકથી પવિત્ર થઈને જિનદર્શન તથા પ્રભુજીની અગ્રપૂજા થાય. મુનિને પડિ લાભ, પણ પ્રભુ પૂજા ન કરે.
જન્મસંબંધમાં-પુત્ર જન્મે તે ૧૦ દિન, પુત્રી જન્મે તે ૧૧ દિન, રાત્રે જન્મે તે ૧૨ દિનનું સૂતક લાગે. ઘરના માણસો ૧૨ દિન પૂજા ન કરે. જુદા ઘેર જમે તે બીજાના પાણીથી પૂજા થઈ શકે. તેને ઘરના આહાર-પાણી ૧ર દિન સુધી મુનિને ન કલ્પ. પ્રસુતા અને સુવવાડ કરાવનારી નવકાર પણ ન ગણે અને એક માસને ૧૦ દિન સુધી જિનદર્શન પણ ન કરે. તેમજ મુનિને પડિલોભે નહિં. ગેત્રીને પાંચ દિનનું સૂતક લાગે. ગાય-ભેંશ-ડી -ઉંટડી વગેરે ઘરે પ્રસવે તે દિન ર અને વનમાં પ્રસવે તો દિન ૧નું સૂતક લાગે. ભેંશનું દૂધ ૧૫ દિન પછી, ગાય તથા ઉંટડીનું દૂધ ૧૦ દિન પછી, અને ઘેટી તથા બકરીનું દૂધ ૮ દિન પછી ક૯પે. નિશ્રાનાં દાસ-દાસીનાં જન્મ-મરણનું ૩ દિનનું સૂતક લાગે.
મૃત્યુ સંબંધમાં-જેના ઘરમાં મરણ થયું હોય તેજ ઘરમાં જમનારને ૧૦ દિવસ પછી પ્રભુ પૂજા થાય. તેના ઘેર નહિં જમનારને બીજાના ઘરના પાણુથી પૂજા થાય. તેના ઘરના આહાર પાણી ૧૨ દિવસ પછી લેવા મુનિને કલ્પ મૃતક પાસે સુનારા તથા કાંધીયાને દિન ૩, સંઘટ્ટો કરનારને દિન ૨, અને સાથે જનારને ૧ દિન પછી પૂજા થાય. પ્રતિક્રમણાદિ બે દિવસ મનમાં કરે. મૃતકને અડક્યા ન હોય તે સ્નાન કરવાથી શુદ્ધ થાય. જન્મે તે દિવસે કે દેશાંતરે મૃત્યુ થાય તે દિન ૧૦, આઠ વર્ષનું બાળક મરે તે દિન ૮, અને જેટલા મહિનાનો ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક લાગે. ગાય. આદિનું મૃત્યુ ઘેર થાય તે કલેવર લઈ ગયા પછીથી ૧ દિવસ સુધી અને અન્ય તિર્યંચનું કલેવર લઈ જાય ત્યાં સુધી સૂતક વ્યવહાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com