________________
૧૩૮
બનેલો તે “તિગડું” શબ્દ એ રીતે પધરાવાતા ત્રણ પ્રભુ માટે ય ાગ્ય ઠરાવી શકાય નહિ. સમવસરણના ત્રણ ગઢ પૂજનીય નહિ હોવાથી તેને અનુલક્ષીને ત્રણ બિંબ પધરાવવાના હેય પણ નહિ. આ વસ્તુ જે પદાર્થને અનુલક્ષીને બનેલ ન હોવા છતાં તેને તે પદાર્થના દષ્ટાંતે ઓળખાવાય છે, તે તારક પદાર્થને લઘુતમ લેખાવવાના અજ્ઞાનજન્ય દેષરૂપ પણ ગણાય, અને શાસ્ત્રમાં–ત્રણ ગઢ સહિત જન પ્રમાણ સમવસરણ હોય છે. એમ સ્થળે સ્થળે સ્પષ્ટ ઉલ્લેખો હોવા છતાં સમાધાનમાં આચાર્યશ્રીએ, સમવસરણની અંદર રહેલા ત્રણ ગઢમાંના પહેલા ગઢમાં બીરાજીને એમ કહેવાને બદલે “ત્રણ ગઢની અંદર રહેલા સમવસરણમાં બીરાજીને એમ કહેવાવડે ત્રણ ગઢને સમવસરણની બહાર ગણાવેલા છે તે શાસ્ત્રવિરુદ્ધ છે.
(૮૨) કલ્યાણ વર્ષ ૧૨ અ ક ૮ પૃ. પરર કે. ૨ દીપચંદ તેજપાળે પૂછેલી-“ભગવાન વિચરે ત્યારે તેમની સાથે કઈ હોય ખરૂં?” એ શંકાનું જે- “ પ્રભુ વિચરે ત્યારે તેઓશ્રીની સાથે આઠ પ્રાતિહાર્યો હોય છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે અધમૂલક છે, પ્રભુની અપૂર્વ ઠકુરાઈને છીછરી દેખાડવા રૂપે પ્રભુની આશાતના કરનારું છે. અને “પ્રભુ વિચરે ત્યારે પણ તેમની સાથે જઘન્યથી ક્રોડ દે તે હોય છે. એ પ્રકારના આબાલવૃદ્ધ પ્રસિદ્ધ એવાં શાસ્ત્રીય વચન હોવાથી તથા “પ્રભુ વિચરે ત્યારે સાથે આઠેય પ્રાતિહાર્યો તે રહે છે એમ કઈ શાસ્ત્રમાં જણાવેલ નહિ હોવાથી શાસ્ત્રવિરૂદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com