________________
૧૩૫
ત્રીજા પેજ ઉપર મંગલકલશના દષ્ટાંતમાં તેમજ સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસે ૪૭૪ મા પ્રશ્રનેત્તરમાં-શ્રાવક પિતે પુષ્પ ચૂંટી લાવીને પ્રભુપૂજા કરે.” એમ સ્પષ્ટ જણાવતા દસ્કત હોવા છતાં પ્રનકારને એ રીતે શ્રાવક, જાતે પુષ્પ તેડી લાવીને પ્રભુપૂજા કરે તેમાં દોષ તો નથી જ; પરંતુ તેમ બને તે તે વધારે યુક્ત ગણાય. એમ જણાવવાને બદલે-“છોડ કે વૃક્ષ નીચે પાથરેલ વસ્ત્ર પર સ્વયં પડે તે પુખેથી જિનપૂજા કરવી તે વધારે યુક્ત ગણાય.” એ પ્રમાણે શાસ્ત્રીયવિધિ અને પ્રચલિત આચરણાથી પણ તદ્દન વિપરીત વિધિ જણાવેલ છે તે કપોલકલિપત છે, શાસ્ત્રજ્ઞા મુજબ જિનપૂજામાં જોતા તાજાં પુષ્પોને મનસ્વીપણે નિષેધ કરનાર છે, અને શાસ્ત્રમાં જેને નિષેધ છે તેવાં નિર્માલ્ય પુષ્પોથી પૂજા કરવાની ભલામણ કરનારે મૂર્તિમંત સંસાર છે.
ઉપદ્રવના અભાવે છે. કે વૃક્ષનાં પત્રે,–તેનાં વૃતબીંટ-ડીંટના જીવન સંબંધ વૃક્ષના જીવથી છૂટી જાય અને તેનું ડીંટ પ્લાન બને ત્યારે જ પીળાં પડી સ્વયં ખરે છે; તેમ પુષ્પના વૃન્તના જીવન પણ છેડ કે વૃક્ષના જીવથી સંબંધ છૂટી જાય છે ત્યારે તેનું વૃન્ત-ડીંટ પ્લાન બનવાથી પુષ્પ, તેનાં રસ-ગંધ-વર્ણાદિની હાનિ થવા પૂર્વક શથિલ બની સ્વયં ખરી જવા પામે છે. તેવાં સ્વયં ખરી પડેલાં પુષ્પો, 'बिटम्मि मिलाणम्मि नायव्वं जोवविप्पजढमिति वचनाद्वन्तम्लाने सति वनस्पतिपत्राणि नोटितानि स्वयं पतितानि वा अचित्तीभवन्ति' પાઠ મુજબ સચિત્ત મટીને નિર્માલ્ય બની જાય છે. શ્રીઅષ્ટક, શ્રાદ્ધદિનકૃત્ય, ધર્મસગ્રહ આદિ શાસ્ત્રોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com