________________
૧૫
સંબંધીની કિયા ગુરૂ સામે થઈ શકે ખરી? જે-નહિ તો ચિત્યવંદન આદિ ક્રિયા વખતે દેવની સ્થાપના કરેલા બીજા જ સ્થાપનાચાર્ય રાખે છે કે તે જ સ્થાપનાચાર્યમાં બીજી ભાવાર્હતની પણ સ્થાપના કરે છે ? અને જે તેવા પ્રસંગે તે સ્થાપનાચાર્યમાં ભાવાર્ડની પણ સ્થાપના કરી ત્યે છે, તે તેવી દેવ અને ગુરુની સેળભેળવાળી સ્થાપના, કેવળ ભાવાહતુ કે કેવળ આચાર્ય તરીકેની પણ ક્યાં રહી? અને કેવળ પંચાચારના દ્યોતક તરીકેની વાત પણ કયાં રહી?” સ્થાપનાચાર્યમાં “કેવળ આચાર્યની જ સ્થાપના હવાનું પ્રરૂપણ તો આ આચાર્યશ્રીના ગુરુના પ્રથમ પટ્ટધર
સ્વ. આ. શ્રી દાનસૂરિજી મ. ને પણ આથી જ સ્વીકાર્ય નથી. વિવિધ પ્રશ્નોત્તર ભાગ પહેલાના પૃ. ૧૮૦ પ્રશ્ન દુના ઉત્તરમાં તેઓએ પણ જણાવેલું છે કે “સ્થાપના પાસે પ્રતિકમણાદિ ક્રિયા કરવામાં આવે છે તે કેવળ ગુરુની જ સ્થાપના નથી; પરંતુ દેવવંદન કરવા અવસરે તેમાં શ્રી પંચ પરમેષ્ઠીની સ્થાપના માની દેવવંદન થાય છે, જે ગુરુની જ સ્થાપના હોય તો તેની પાસે ચૈિત્યવંદન ન થાય.” જે કે–આ. શ્રી દાનસૂરિજીનું આ સમાધાન પણ અદ્ધશુદ્ધ છે. કારણ કે “પરમેષ્ઠીમાં તો દેવ અને ગુરુ બંનેને સમાવેશ થતો હોવાથી જેમ એક પરમેષ્ઠી શ્રી જિનેશ્વર દેવ સંબંધીનું ચિત્યવંદન, પાંચ પરમેષ્ઠી સામે કરાય નહિ તેમ ચિત્યવંદન સિવાયની પ્રતિકમણાદિ ક્રિયા પાંચ પરમેષ્ટીગત ત્રણ ગુરુ પરમેષ્ટિ સામે કરાય નહિ, પરંતુ તે ગુરુમાં મુખ્ય ગણાતા એક પરમેષ્ઠી આચાર્યની સ્થાપના સામેજ થઈ શકે. આથીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com