________________
લેક અને પરલેકના સુખની માગણી મેક્ષમાં બાધક છે, માટે તેવી માગણીઓ સમકિતધારી આત્માઓ કરે નહિ. એ તે નિષ્કામભાવે શ્રી જિનેશ્વર ભગવંતની સેવા કરે અને બીજા બધા ફલે આનુપ્રાસંગિક હોવાથી આવી મળે તો પછી તેવી વાંચ્છાઓ રાખવી ધમીંજનેને ઊંચિત નથી. શાસનના દેવ-દેવીઓને શ્રાવક-શ્રાવિકાઓ ફક્ત સાધર્મિક ભાઈ–ભગની તરીકે નમસ્કાર કરી શકે છે.” એ પ્રમાણે સમાધાન જણાવેલ છે, પરંતુ તેવું એકાંત નથી. તેઓએ પિતે પણ કલ્યાણ વર્ષ ૭, અંક ૮, પૃ. ૩૨૨, કલમ બીજામાંના શા. ફતેચંદ ઝવેરચંદના સમાધાનમાં-“ લાગણી ધર્મબુદ્ધિની હોય તો આ લેકની પણ માગણ ધર્મનું કારણ હવાથી વાંધા ભરેલી નથી. xxxસમ્યગ્દષ્ટિ દેવની પાસે સમાધિની માગણી તે કારણથી હેઈ શકે છે કે–તેઓ શક્તિસંપન્ન હોવાથી ઉત્પન્ન થતા વિદનોને વિદારી શકે છે.” એ પ્રમાણે આ સમાધાનથી ઉલટું જણાવેલું છે તે અહિ ઈરાદાપૂર્વક ભૂલી જવાયું જણાય છે! સમ્યગદષ્ટિ આત્મા, જય વીયરાય બેલતાં “રૂડસિદ્ધી” પદ દ્વારા જિનેશ્વર ભગવંત પાસે પણ આ લોકના સુખની માગણી ( કરી શકે છે, એમ નહિ; પરંતુ) હંમેશા કરે છે એમ જાણવા છતાં “ધર્મીજનેને એ ઉચિત નથી” એમ કહેવાયું છે તે, શાસ્ત્ર કરતાં નિજના મંતવ્યને તેઓ વધુ મહત્વ આપતા હોવાની પારાશીશી રૂપ ગણાય. પ્રસ્તુત સમાધાનમાં આચાર્ય શ્રીએ, “ બાવા ”ને સ્થાને “ભાનુકાર્વવિદ” શબ્દ વાપરેલ છે તે વિચિત્ર વિદ્વત્તાનું દ્યોતક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com