________________
તપમાં ઉપવાસ પણ છે. પણ તે એકલા આહારના ત્યાગથી ન સધાય. આહારનો ત્યાગ સાથે વિષય-કષાયને પણ ત્યાગ જોઈએ. કહ્યું છે:
વાજાથવિષયાત્યા વિધી उपवासं विजानीयात्, शेषं लंघनकं विदुः ॥"
“ઉપવાસ' શબ્દ પિતે જ એ વાત બતાવે છે. કેમકે શુદ્ધ આત્માની સમીપમાં વસવું એ “ઉપવાસ' શબ્દનો શબ્દાર્થ છે. ઘણું તે ઉપવાસ કરી ફરાળ ઝાપટે છે-સરસ માલમલીદા ઉડાવે છે. આ ઉપવાસ નથી, પણ ખરેખર ઉપવાસનો ઉપહાસ છે. ઉપવાસ ન થાય તે એકાશન કરવું. (એક વખત એક આસને જમવું.) મહર્ષિ ઉમાસ્વાતિનું વચન છેઃ જિતાતપરી” તપ શક્તિ પ્રમાણે કરવાનું છે. એકાશન પણ ન થાય તે “બેસણું” (દિવસમાં ફક્ત બે વખત જમવાને નિયમ લે તે) કરવું. પણ ઉપવાસનું નામ ધરાવીને ઝાપટવું એ અસંગત છે. તપશ્ચરણ એ સ્વાદેન્દ્રિય ઉપર જીત મેળવવાને એક અભ્યાસ છે. છતાં તપના નામ નીચે મજાની મિઠાઈ અને સરસ મિષ્ટાન્ન ઉડાવીએ તે એ તપના નામને સંગત થઈ શકે ખરું? ઘણું કાળની વાત છે. એક રાજાને એકાદશી આવી ત્યારે પુરેહિત મહારાજે કહ્યું “આપનાથી ઉપવાસ ન થાય તે ભલે “પલાહાર” (૫લપ્રમાણ આહાર) ખુશીથી લઈ શકે છે. કેમકે તપ શક્તિ અનુસાર કરવાનું હાય.” એટલે રાજાએ તે દિવસે એક વખત પલાહાર (અલ્પાહાર) લીધો. એ પછી ધીરે ધીરે વખત જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com