________________
છે. છતાં મારી અલ્પ મતિ અનુસાર જે વિચારી શક્યો છું–સમજી શક્યો છું તે વાચકવર્ગ આગળ મેં નમ્રભાવે ધરી દીધું છે. ધાર્મિક સંકુચિતતાને દૂર કરવા અને અન્ય ધર્મો પ્રત્યે આદર ધરાવવા બાબત પણ આમાં કહેવામાં આવ્યું છે. જેમ ભેજનનાં પાત્ર જુદા જુદા પ્રકારનાં હોય, પણ તે બધામાં ભેજન એક જ જાતનું હોય, તેમ ધર્મ સાધવાના માર્ગો (રીતિરિવાજ અને ક્રિયાકાંડ) ભિન્નભિન્ન છે, પણ ધમ એક છે એ ભાર દઈ સમજાવવા પ્રયત્ન કર્યો છે. પ્રભુને નમસ્કાર કરવાની જુદા જુદા સમ્પ્રદાયની રીતે જુદી જુદી હોય છે, પણ તે બધીની પાછળ નમસ્કારની આન્તરિક વૃત્તિ તે એકસરખી હોય છે એ શું સૂચવે છે? ભિન્નભિન્ન વિધિવિધાનનાં પડ ખેલીને જોઈએ તે તેમાં લપેટાયેલી છેચીજ એક જ નિકળશે. રસ્તા (રીતિરિવાજ અને વિધિવિધાન ) નેખા નેખા છે, પણ બધામાં સાધવાનું એક છે એ સમજી રાખવું ઘટે.
તત્ત્વચર્ચા પછી વાંચનારને આ ચેપડીમાં સરળ સદુપદેશ મળશે, જેમાં માનવજીવનને હિતાવહ ધર્મોપદેશ કરવામાં આવ્યું. છે. સમજી લેવું જોઈએ કે, To make or mar one's life depends on oneself-પિતાનું જીવન બનાવવું કે બગાડવું પિતાના હાથમાં છે વિકાસમાં ચૂકે ને વિલાસમાં પડે એટલે વિનાશને જ નોતરે. માણસ વિકાસના માર્ગે વિહરવા ધારે તે દઢસંકલ્પ બની બરાબર વિહરી શકે છે અને “દિવાન શ્ચિ તુતિ રાત! પતિ ” ને પોતાને વિષે ચરિતાર્થ કરી શકે છે.
મારી મન્દ શક્તિ મુજબ જે કંઈ અપ વક્તવ્ય આમાં રજુ કરી શક્યો છું એ મારું પિરસણું ગમે તેવું ક્ષુદ્ર હોય, પણ તે સપ્રેમ, સાદર, સવિનય પિરસાયેલું છે એમ હૃદયના ઉમળકા સાથે કહી શકું છું. આશ્વિન-પર્ણમાસી, વિ. સં. ૧૯૯૭)
સનસેવક જામ-ખંભાળીયા(માઠીયાવાડ)
ન્યાયવિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com