________________
૩૯
જાય છે, છતાં પણ ઇન્દ્રિયાને છૂટ ન અપાય—એટલું મક્કમપણું (હુઠથી પણ) જો બુદ્ધિનુ રહે તો જિતેન્દ્રિય બનવાનુ` અઘરાપણું બહુ એછુ થતું જશે. ઇન્દ્રિયનિગ્રહરૂપી લગામ જો ખરાખર મજબૂત પકડી રાખવામાં આવશે તેા મનના ઠેકડા બહુ આગળ નહિ વધી શકે, અને અન્તે શાન્ત પડી જશે. આમ ઇન્દ્રિયસંયમન દ્વારા મનઃસયમનના અભ્યાસ જેમ જેમ વધતા જશે, તેમ તેમ એની (મનનાં) ઉજ્જવલતા ઉત્તરાત્તર અધિક સધાતી જશે. અને છેવટે સાધક પૂર્ણ મનેાવિજેતાની સ્થિતિને પ્રાપ્ત થશે,
(
પરન્તુ ખાસ મુદ્દાની વાત એ ધ્યાનમાં રાખવાની છે કે, મનમાં મલિન વિચારે ઉપજવા દેવા ન જોઇએ. મેલા અને ગદા વિચાર। તીવ્રતાનુ` રૂપ ધારણ કરી નખ્ખાદ વાળે છે. માટે એવા હલકા અને દુષ્ટ વિચારા જરા પણ અવકાશ લેવા ન પામે એનું ખરાખર ધ્યાન રાખવું જોઇએ. એ ડાકુએ ' મનમાં ઘુસે કે તરત જ એમને હાંકી કાઢવા જોઇએ એ ‘ચાટ્ટાએ ' ના પગઢડા જ્યારે જામે છે ત્યારે ઇન્દ્રિયા એમને આધીન ખની જાય છે એ મેલા વિચારે। તીવ્ર બનતાં ઇન્દ્રિયા એમની અનુગામિની ખની જાય છે, અને એમાંથી નખ્ખાદ વળે છે. અહા ! માણસનું માનસિક દૌલ્ય કેવું છે કે એવા વિચારાને તે હાકલ કરીને ખેલાવે છે, એમને સાદરપણે સ્થાન આપે છે, એમને ઘણા વ્હાલથી પ`પાળે છે ! પણ પરિણામે એ મીઠા લાગતા વિચારો ઇન્દ્રિયાને મદ્યાન્મત્ત બનાવી જીવનના ત્રાણુ વળાવે છે. શ્રીમદ્ ભાગવત કહે છે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com