________________
૨૬
વધે છે, તેમ તેમ એને મોક્ષ નજીક આવતે જાય છે, અને છેવટે પિતાનું સહજ સ્વરૂપ, જે પૂર્ણ પારમેશ્વરી સ્થિતિ, તેને પ્રાપ્ત થાય છે. આ મોક્ષ એ જ ખરૂં ધ્યેય છે, એ જ પરમ કલ્યાણું સ્થિતિ આધ્યાત્મિક સાધનાનું લક્ષ્ય છે. એ ધ્યેય તરફ, એ લક્ષ્ય તરફ પ્રાણીઓને દેરવા માટે આત્મા એ જ એકમાત્ર આરાધ્ય તત્ત્વ છે એ સદુપદેશને પ્રચાર કરવો જરૂરી હોઈ અદ્વૈતવાદનું હેત [] નહિ, પણ એક તત્વ, અને તે આત્મા એ વાદ) પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આમ તાત્વિક દષ્ટિએ (In fact) હૈતવાદ અને કર્તવ્ય-દષ્ટિએ અદ્વૈતવાદ બને ખરા છે એમ સમજવું જોઈએ. જેમ દૈતવાદ, અદ્વૈતવાદ, તેમ ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ, શૂન્યવાદ વગેરે બીજા વાદેનું પણ ઉપપાદન કરી શકાય છે. તે બધા પોતપોતાના દષ્ટિબિન્દુએ ખરા છે, અને સમન્વયદષ્ટિએ બરાબર ઘટાવી શકાય છે. પૂર્વકાલના દાર્શનિક મહારથીઓએ એક-બીજાનાં દષ્ટિબિન્દુઓને સમજવાનો પ્રયત્ન
ર્યો હોત તો તેઓને ખંડન-મંડનની આટલી કડાકુટમાં પડવું પડ્યું ન હોત, રાગદ્વેષની આટલી આગ સળગી ન હેત, સાંપ્રદાયિક કલહ આટલો ફેલાયો ન હેત, દુનિયા આટલી મુંઝવણમાં ધકેલાઈ ન હોત.
જીવનનું અમૃત ધર્મ છે. એ જ પ્રાણુને દુખસાગરમાંથી ઉદ્ધરનાર છે. ધર્મના પાલન વગર સુખ નથી. વેલામેડા પણું જ્યારે ધર્મને સાચા પાલક બનીશું ત્યારે જ સુખી થઈશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com