________________
૧૮
છે કે, આપણે કાઇ પણ સ`પ્રદાયના કે એનાં શાસ્ત્રોના અન્ધપૂજક ન બનીએ. કોઇ પણ શાસ્ત્રોને આંખ” ઉઘાડી રાખીને તપાસવાં જોઇએ. કાઇના પણુ (કાઇ પણ શાસ્ત્ર કે ધર્માંપદેશકના) ઉપદેશ બુદ્ધિરૂપી ગળણાથી ગાળીને જ લેવા જોઇએ. સાંપ્રદાયિક સંકુચિત ષ્ટિવાળા માણસે ઘણી ખાખતામાં ગેરસમજુતીના ભાગ ખને છે, અને મૂઢ દૃષ્ટિને લીધે ‘અ’ધારા’ માં ક્રતા હોય છે. પાતાના ઘરનું મમત્વ રાખનારાઓ પણ પેાતાના ઘરના કુડાકચરા પર મમત્વ નથી રાખતા, તેને તેા વાળીઝુડીને ફૂંકી જ દે છે; તેમ સંપ્રદાયરૂપી ઘરનું મમત્વ ભલે હેાય, પણ તેમાં ઘુસી ગયેલ કુડાકચરા જેવી ખાખતા તરફ તે। મમત્વ ન જ રાખવું જોઇએ. સામાન્ય બુદ્ધિ પણ જો નિષ્પક્ષ હાય તા ઘણી ખરી ખાખતામાં વિવેક કરી શકે છે. મતલબ કે વિવેકદ્રષ્ટિથી વિચારી પેાતાના ઘરની ” પણ કચરા જેવી ખાખતાને ફેકી જ દેવી જોઇએ; અને બીજાની સારી વસ્તુ હોય તેા તેની કદર કરવી જોઇએ, તેના લાભ લેવો જોઇએ. એક મહોલ્લાનાં પચાસ ઘરા, ધારો કે હળીમળીને રહે છે અને એકબીજાને ત્યાંની સારી ચીજોના લાભ ઉઠાવે છે, તેમ જુદા જુદા સ'પ્રદાયે હળીમળીને રહે અને એક-બીજાની સારી વસ્તુને ગ્રહણુ કરવાની તત્પરતા ધરાવે તેા બધાએ સંપ્રદાયાને એથી લાભ પહેાંચે, એથી બધાની ‘સમૃદ્ધિ ’ માં વૃદ્ધિ થાય અને દૂષિત સ્થિતિ હાય તે તેની શુદ્ધિ થાય. મારૂ' તે સાચુ એ દુરાગ્રહુ દશા છે. એને મૂકી દઇ સાચુ તે મારૂ એ પ્રકારની ઉદાર ષ્ટિ કેળવવી જોઇએ. જગના કાઇ પણ ખુણામાં જ્યાં કયાંય સત્ય છે તે મારૂં છે એ
("
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat