________________
સઘળી જંજાળથી નિમુક્ત છે, ભવ-પ્રપંચના પાધિક લેપથી સર્વથા વિમુક્ત છે. એને રાગ-દ્વેષ નથી. માટે જ રાગ-દ્વેષસૂચક કઈ ચીજનો-રાગસૂચક સ્ત્રી તેમજ આભષણ, અને દ્વેષભયાદિસૂચક શસ્ત્રાસ્ત્ર વગેરેનો-સંસર્ગ એની મૂર્તિ જેડે ઘટી શકે નહિ.
રાજા-મહારાજાની અવસ્થાની મૂર્તિ હોય તો એને સ્ત્રી અને શસ્ત્રાસ્ત્રનો સંસર્ગ ઘટી શકે. ભૂતકાળના હોટા મહોટા વીરપુંગવોનાં અને નરેન્દ્રોનાં બાવલાં ઉભાં કરવામાં આવે છે, એમની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે, એ પ્રમાણે જે હોય તે કંઈ જ વાંધો નથી. પણ તે એ પરમાત્માની મૂર્તિ ન કહેવાય, પણ મહાન નરવીર કે મહાન નરેશ યા મહાન્ સમ્રાર્ની મૂર્તિ ગણાય. એ સ્થિતિમાં પ્રદર્શન માટે એ પ્રકારની મૂર્તિઓ અવશ્ય ઉપગી છે, અને એ પ્રકારના ભાવને ઉદ્દીપ્ત કરવામાં પ્રાજક છે. પણ પરમાત્માની મૂર્તિમાં તો એની પૂર્ણ વીતરાગતાને જ દેખાવ આવવો જોઈએ, રાગ-દ્વેષની સૂચક કઈ પણ ચીજનો સંસર્ગ
ત્યાં ન હોવો જોઈએ. તે જ એ પરમાત્માની મૂર્તિ તરીકે વિતરાગ ભાવને પ્રેરવામાં ઉપયોગી થઈ શકે. અસ્તુ.
પૂર્વોક્તસ્વરૂપ (સાકાર) પરમાત્માની પાસેથી આદિ ઋષિઓએ સાંભળેલું તે મૃત. એ શ્રત ઉત્તરેત્તર ષિપરંપરાથી વહેતું આવેલું આજે પણ ઉપલભ્ય છે. એમાંથી વિવેચક દષ્ટિએ પરમાત્માની મંગલભૂત આજ્ઞા યા કલ્યાણભૂત ઉપદેશને સાર પ્રાપ્ત કરી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com