________________
પાંચ પ્રતિકા-મહોત્સવ માટે વિનતિ કરી. કડાદના વૃદ્ધોને તે આ એક્યતાને ચમત્કાર લાગ્યો. હર્ષનાદથી ઉપાશ્રય ગુંજી ઉઠશે.
સં. ૧૯૬૪ના મહા માસમાં મંગળ મુહૂર્ત કડોદ શહેરમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. અઠ્ઠાઈ મહેત્સવ થયો. સંઘજમણ કરવામાં આવ્યું. સંધમાં ઐક્યતા અને પ્રતિષ્ઠાથી આનંદ આનંદ થઈ રહ્યો.
કઠોર અને કારની પ્રતિષ્ઠા અને એકતાની વાતે આસપાસના શહેરમાં પહોંચી અને આપણા ચરિત્રનાયકની ધર્મભાવના તથા વચનસિદ્ધિની ભૂરિ ભૂરિ પ્રશંસા થવા લાગી.
કૃપાનિધિ ! આપે કઠેર અને કદમાં તે પ્રતિષ્ઠા આદિ કાર્યો કરી જૈન શાસનની પ્રભાવના કરી પણ અમારા ગામની પ્રતિષ્ઠાનું કામ બાકી છે. આપશ્રી પગલાં કરે તે જરૂર પ્રતિષ્ઠાનું કાર્ય પાર પડે. કૃપા કરી વ્યારા પધારો અને અમારી ભાવના પૂર્ણ કરો. વ્યારાના સંઘના અગ્રેસર વિનંતિ કરી.
ભાગ્યવાને! અમારૂં સાધુનું કામ જ શાસન પ્રભાવનાની કરવાનું છે. જૈન ધર્મના અટકી પડેલાં કાર્યો અમારે ધર્મોપદેશથી પહેલી તકે કરાવવાં જોઈએ. હું અહીંનું થોડું ઘણું કાર્ય પૂરું કરાવી વ્યારા આવું છું. તમે તૈયારીમાં રહેશે.” મહારાજશ્રી સંમતિ આપી.
આગેવાને મહારાજશ્રીની સરળતા તથા શાસન પ્રભાવનાની ધગશથી હર્ષિત થયા. વ્યારા જઈને પ્રતિષ્ઠા માટે તૈયારી કરવાની વાત સંઘમાં જણાવી. સંધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com