________________
જિનહિરિ જીવન-પ્રભા
તે સંઘ સાથે શ્રી ઝગડીયાજી તીર્થની યાત્રા કરી હું કડોદ આવું છું. તમે તૈયારી કરે” આપણા ચરિત્રનાયકે સંમતિ આપી.
શ્રી મોતીચંદ જગન્નાથજી તથા શ્રી મોતીચંદ્ર રાજાજી મહારાજશ્રીની સંમતિથી હર્ષિત થયા.
શ્રી ઝગડીયાજી તીર્થની યાત્રા કરી મહારાજશ્રી માંગરોળ, તડકેશ્વર અને બહુધાન થઈને કડાદમાં પધાર્યા. કડેદમાં શ્રી સંઘે મહારાજશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું. સંઘના આબાલ વૃદ્ધમાં આનંદ આનંદ થઈ રહ્યો.
ભાગ્યવાને! હું વચન પ્રમાણે યાત્રા કરી કડાદ આવ્યું છું. તમારા શ્રી સંઘને આનંદ અનેરે છે. આપણે પ્રતિષ્ઠાનું મંગળકારી કાર્ય કરવું છે, પણ આવા મહાન ઉત્સવ માટે તે સંધમાં એસપી, એકવાક્યતા અને સંગઠન જોઈએ. તમે તે જાણે છે. કુસંપથી છિન્નભિન્નતા થઈ છે. બધાના મનને ઉદ્વેગ રહે છે. વીતરાગ પરમાત્માને મહા પાવનકારી મંગળકારી ધર્મ પામી આપણે તે સમતા-શાંતિ અને સમભાવ રાખવે જોઈએ. તમે નાના નાના મત ભેદ ભૂલી જાઓ. એક બીજા પ્રત્યે પ્રેમ ભાવના પ્રગટાવે. કુસંપરૂપી અગ્નિને અમૃતના છાંટણાથી બુઝાવે અને સંઘમાં શાંતિની લહેર લહેરાવે. ખામેમિ સવ્ય જીવા, સવે જીવા ખમંતુ મે. એ સૂત્રને યાદ કરી મૈત્રીભાવ ધારણ કરે.”
ગુરૂવર્યના ઉપદેશની જાદુઈ અસર થઈ. સંઘના બચ્ચા બચ્ચામાં આનંદ ઉમિ ઉછળી રહી. ગુરૂદેવના વચનામૃતેથી સંઘમાં એકસંપી થઈ. બધાએ ગુરૂવર્યને પ્રતિષ્ઠાના કાર્યારંભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com