________________
શજપને ચમત્કાર
રામકુમારજી તે યાત્રા માટે જવા તૈયાર થયા. યતિવયે મુસાફરીના થાકને કારણે તેમજ તડકે થઈ ગયે હોવાથી આજને દિવસ આરામ લઈ બીજે દિવસે પ્રાતઃકાળે જવા સૂચના કરી. તે દિવસે તળેટીના મંદિરોના દર્શન કરી ધનવસી ટુંક જોઈને સંતોષ માન્ય.
આજે તે પાંચ વાગ્યે જાગી ઉઠ્યા. યાત્રાળે વહેલા ચાલી નીકળ્યા.
જય તળેટીની દહેરીઓના દર્શન કરી ધનવસી ટુંકમાં આદિશ્વર દાદા તથા પુંડરિક ગણધર અને દેરીઓના દર્શન કરી બહાર નીકળી એક ધ્યાનથી ચઢવા માંડયું. એક પછી એક વિસામા વટાવી છાલાકુંડ આવી પહોંચ્યા. અહીં શીતળ પવન નની લહરીઓ આવે છે. છાલાકુંડથી પશ્ચિમ તરફ શ્રી પૂજ્યની દહેરી અથવા જીનેન્દ્ર ટૂંક આવે છે તે છણે છે છતાં તેમાં શ્રી પદ્માવતી દેવીના દર્શન કરી હનુમાનધારા આવી પહોંચ્યા. અહીંથી વાઘણ પિળમાં શ્રી શાંતિનાથ દાદા તથા ચકેશ્વરી માતાના દર્શન કરી આજુબાજુના મંદિરના દર્શન કરી દાદાની ટુંકમાં આવી પહોંચ્યા. આદિશ્વર દાદાની અનુપમ, ભવ્ય, તેજ તેજ અંબાર અને અલૌકિક જતિમયી ચમત્કારી મૂર્તિના દર્શન કરી આનંદ ઉલ્લાસથી હૃદય નાચી ઉઠયું. આત્મા પ્રફુલ બની ગયો. ભાવનાઓ જાગી ઉઠી, પ્રભુનાં ચરણમાં જીવન અર્પણ કરવાની ઉર્મિઓ જાગી ઉઠી. દર્શન કરતાં કરતાં ધ્યાનમગ્ન થઈ જવાયું. દાદાની ચમત્કારી મૂર્તિ સામે ધ્યાન ધરીને આત્મશાંતિનો અનુભવ મેળવ્યું. બહારના મંદિરેના પણ દર્શન કર્યાં. મંદિરોનું નગર, અલૌકિક મૂતિઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com