________________
: ૨૮ !
જિનઋદ્ધિરિ જીવને-પ્રભા સેવક બનીશ. તપશ્ચર્યા એ મારી ઢાલ બનશે. ત્યાગને હું મારે દીવડો બનાવીશ અને જૈનશાસનને જયજયકાર કરવા હું ગામેગામ, શહેરે-શહેર વિચરી જસમાજનું કલ્યાણ સાધવા યથાશક્તિ પ્રયાસો કરીશ.
હું જઈશ–મારા આત્માને સાદ મને તીર્થયાત્રાએ જવા પ્રેરે છે. એ તીર્થયાત્રાને સંદેશ મારે માર્ગ મંગળમય બનાવશે.
બસ, આ વિચારપ્રવાહે તેનામાં હિંમત રેડી. વેદનાના લેહીને ઘુંટડો ગળી જઈ, પવિત્ર માર્ગમાં આવનારી મુશ્કેલીઓને ટાળવા દઢ નિર્ણય કર્યો.
સ્વપ્નની સિદ્ધિ માટે આપણા ચરિત્રનાયક રામકુમાર આલી. શાન ઉપાશ્રય, સમૃદ્ધિ અને સુખ સાહ્યબી છોડી ચૂપચાપ ચાલી નીકળ્યા. ગુરૂદેવની ગાદીને અને ગુરૂદેવની છબીને પ્રણી પાત કર્યા. હૃદયના તાર ઝણઝણી ઉઠયા. બે અશ્રુ બિંદુઓ ટપકી પડયાં. પણ ઉચ્ચ ભાવનાની સિદ્ધિ માટે હૃદયને મજબૂત બનાવી ચાલી નીકળ્યા.
જીવન દાતા સૂરૂની ભૂમિ, તેના મંદિરે, મહાલ મોલાઓ અને દરવાજો વટાવતા અનેક સંસ્મરણે જાગી ઉઠયાં. ચૂરુની છેલ્લી વિદાય વસમી થઈ પડી. જતાં જતાં અશ્રુબિંદુએથી ભૂમિને પખાળી નૂતન જીવનની કેડીએ શાંતિનું ભાથું લઈને ભાગ્ય દેરી જાય ત્યાં ચાલી નીકળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com