________________
વસમી વિદાય
લઈ જઈ શકે. એ તે મારો આત્માને આરામ છે. મારે વિસામે છે. મારું રાંકનું રતન છે. હું નહિ આપું-નહિ આપું. સવાર થયું અને રામકુમાર યાત્રાએ જવા તૈયાર થઈ ગયો. માતાએ ભાતું કરી આપ્યું. કપડાં ગઠવી આપ્યા. પોતાની પાસેથી રૂપ) આપ્યા. કપાળમાં કુમકુમનું તિલક કર્યું અને અશ્રુભરી આંખડીઓએ વિદાય આપી.
બેટા ! તું મારો આધાર છે. મારું મેંવું ધન છે. તું યાત્રામાં શરીરની સંભાળ રાખજે. ખાવા-પીવાની કાળજી રાખજે, પાછો વહેલો વહેલો આવી જજે તારા વિના મને ઘડીએ ગમશે નહિ, વધારે રોકાઈશ નહિ કાકા-કાકીની સાથે જ આવી રહેજે. રખે તું તારી ભણવાની ધૂનમાં અમને ભૂલી જ.” રામકુમારે માતાના પગ અશ્રુઓથી પખાળ્યા. પિતાને પ્રણામ કર્યા. ઘર પડોશીઓ, ગામ, ખેતરે અને મંદિરે જેતે જેતે જાણે જનની અને જન્મભૂમિની કાયમી વિદાય લેતા હોય તેમ ચાલી નીકળ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com