________________
* ૧ ટે
જિનઋહિરિ જીવન-પ્રભા પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. ગુરૂદેવના જયઘોષથી મંદિર ગુંજી રહ્યું હતું. હજારો ભકતેમાં આનંદની લહરીઓ લહેરાણી. ગુરૂદેવની તેજોમય મૂતિએ હજારે હૃદયેને ઉલ્લસિત કરી દીધા હતા.
જલયાત્રાના વરઘોડામાં તેમજ અષ્ટોત્તરીસ્નાત્રમાં આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પિતાના શીષ્ય સમુદાય સાથે પધાર્યા હતા. આચાર્ય શ્રી અમૃતસૂરીશ્વરજીના શિષ્ય પં. શ્રી ધુરંધરવિજયજી, તપસ્વી શ્રી ધર્મસાગરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના પ્રશિષ્ય ઉપાધ્યાય શ્રી સમુદ્રવિજયજી તથા શ્રી ભક્તિમુનીજી, શ્રી નપણમુનીજી તથા શ્રી શુભવિજયજી તથા શ્રી દેવેન્દ્રમુનીજી આદિ મુની. રાજેએ હાજરી આપી હતી. મહાવીર સ્વામી દહેરાસરજીના ઉપાશ્રયમાં બિરાજમાન સદ્દગત આચાર્ય શ્રી જીનઋદ્ધિસૂરિના પટ્ટધર, અંતેવાસી, અનન્ય ગુરૂભક્ત મુનિ શ્રી ગુલાબમુનિએ ગણદેવની મૂર્તિની વાસક્ષેપાદિની ક્રિયા પરમોલ્લાસપૂર્વક કરી હતી. પૂજય મુનિશ્રીના શિષ્ય રત્નાકર મુનિ તથા વયોવૃદ્ધ શાંતમૂતિ શ્રી જનભદ્રવિજયજી મહારાજે બધી ક્રિયાઓમાં ભાગ લીધો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com