________________
જિનધિરિ જીવન-પ્રભા તપસ્વી આચાર્યશ્રીએ ઘણું ઘણી જગ્યાએ ઉપધાન તપનું ઉદ્યાપન કરાવી, સેંકડો બહેન ભાઈઓને તપશ્ચર્યાનું રહસ્ય સમજાવી ધમઉદ્યોત કરાવ્યું હતું.
થલી પ્રદેશમાં હજારો માઈલેને વિકટ વિહાર કરી ધર્મથી વિમુખ થતા જતા હજારો ગ્રામવાસીઓને ધર્મને સચોટ ઉપદેશ આપી ધર્મમાર્ગમાં વાળવાનું ભગીરથ કાર્ય પણ આચાર્યશ્રીએ કર્યું હતું. *
મુંબઈમાં શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીને સમૃદ્ધ બનાવવા જૈન સમાજના આગેવાનોને પ્રેરણા આપી મોટું ફંડ કરાવ્યું હતું અને આચાર્યશ્રીની અંતિમભાવના ગુરૂદેવની એ ઉપયોગી સેન્ટ્રલ લાઈબ્રેરીને સમૃદ્ધ બનાવવા આચાર્યશ્રીના ભકત અને સેન્ટ્રલ લાઈબ્રેરીને ટ્રસ્ટીઓ કયારે પૂર્ણ કરશે ! આચાર્યશ્રી ખરતરગચ્છના આચાર્ય હેવા છતાં એવા ઉદાર દિલના અને સમાજ કલ્યાણ સાધક હતા કે તપગચ્છના કે અંચળગચ્છના બહેન ભાઈઓને તે પૂજ્યા હતા અને તેઓના પર્યુષણમાં વ્યાખ્યાને સંભળાવવા પિતે જતા અને શિષ્ય દ્વારા પ્રબંધ કરી આપતા.
થાણામાં બાર બાર વર્ષને કુસંપ મીટાવી ઐયતા કરવા આચાર્યશ્રીએ સુધાભર્યા પ્રવચનેથી ચમત્કાર સજવ્યું હતું. થાણાના કળામય બેનમૂન જીનાલય માટે આચાર્યશ્રીએ ભારે જહેમત ઉઠાવી હતી. થાણાની પ્રતિષ્ઠાને ભવ્ય મહોત્સવ આજે પણ હજારો ભાવિકે યાદ કરે છે. આજે થાણા તીર્થ ગ્રામ બની ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com