________________
જ આ જીવન
વાર
મરેલી
કે ૨૫૮ :
જિનધિરિ જીવન-પ્રભા તબીયત બગડી તેથી ખંભાતના આગેવાને દેડી આવ્યા. ખંભાતમાં શ્રી સંઘ ગુરૂદેવની સેવા સુશ્રુષા કરી. તબીયત સારી થતાં આચાર્યશ્રીએ વિહાર કર્યો. રાલેજ, જબુસર, ભરૂચ, અંકલેશ્વર, સાયણ થઈ સુરત પધાર્યા. સુરત આયંબિલની ઓળી કરી ભેસ્તાન, મરોલી, નવસારી, બીલીમોરા, વલસાડ, બગવાડા, વાપી, અરછારી થઈ શ્રીગામ પધાર્યા. શ્રીગામ ફણસાના આગેવાને આચાર્યશ્રીને વિનતિ કરવા આવ્યા અને ગુરૂદેવની જયંતી ઉજવવાની ભાવનાથી આચાર્યશ્રી ફણસા પધાર્યા. ફણસાના શ્રી સંઘે ભાવભર્યું સ્વાગત કર્યું. ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજશ્રીની જયંતી ધામધૂમપૂર્વક કણસામાં ઉજવવામાં આવી. આચાર્યશ્રીએ પુણ્યપ્રભાવક ગુરૂદેવ શ્રી મેહનલાલજી મહારાજના પુણ્યસ્મરણે સંભળાવ્યા. ગુરૂદેવ ફણસા પણ પધાર્યા હતા તેની યાદી આપી. ઉપરાંત સૂરતથી મુંબઈ સુધી જગ્યાએ જગ્યાએ ઉપાશ્રયે, મંદિર, પાઠશાળાઓ, જ્ઞાનભંડાર વગેરે જોવા મળે છે તે ગુરૂદેવના ઉપદેશનું ફળ છે. મુંબઈના દ્વાર અન્ય મુનિરાજે માટે ખુલ્લા કરવાનું માન ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજને છે. ફણસાને સંઘ સુખી છે. તમે બધા ધર્મપસાયે સારું કમાઓ છે. તમારામાં ગુરૂપ્રેમ અને ધર્મભાવના છે તે ગુરૂદેવના નામથી સુરતમાં જે શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર છે તેના ઉદ્ધાર માટે યથાશક્તિ ફાળે આપ તે ગુરૂદેવની જયંતી ઉજવ્યાનું સાર્થક થાય.
આચાર્યશ્રીની અમૃતવાણીની જાદુઈ અસર થઈ. ફણસાના શાહ અમરચંદજી ખુબચંદજી છાજેડે રૂા. ૩૦૧, શાહ પુનમચંદજી દેવીચંદજી છાજેડે રૂ. ૨૦૧, શાહ ગંભીરમલજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com