________________
બીકાનેર અને તીર્થયાત્રા-સંધ
: ૨૪
પ્રભાવથી સંઘ કુશળતાથી તીર્થ યાત્રા કરશે. આપનું યોગબળ જમ્બર છે. પણ હવે નાગરમાં સ્થિરતા કરે. ઔષધ અને આરામથી તબીયત સારી થયા પછી જ આગળ વિહાર કરશે.” સંઘવીજીએ પ્રાર્થના કરી.
સાહેબ! સંઘવીજી કહે છે તે બરાબર છે. શરીર ઘણું દુબળ થઈ ગયું છે. નાગરને આપની સેવાને અને વ્યાખ્યાનવાણીને લાભ મળશે. આપ કૃપા કરી અહીં સ્થિરતા કરો. અમારા શ્રી સંઘને આનંદ થશે.” નાગરના આગેવાને સ્થિરતા માટે વિનતિ કરી.
સંઘવી તથા નાગોરના આગેવાનોની વિનતિને માન આપી તબીયતના કારણે આચાર્યશ્રીએ નાગરમાં સ્થિરતા કરી. સંઘે આગળ પ્રયાણ કર્યું. આચાર્યશ્રીએ સંઘવીજી તથા શ્રી સંઘને મંગળ આશીર્વાદ આપ્યા. નાગારમાં ઔષધ અને આરામથી ધીમે ધીમે તાવ શ અને શકિત આવવા લાગી, નાગોરમાં વ્યાખ્યાને દ્વારા સારી ધર્મ પ્રભાવના થઈ.
ગુરૂદેવ ! ગગોલાવ પાસે જ છે. સાધુ સાધ્વી વિહારમાં અમારે ગામ પધારે છે પણ વિહારની ઉતાવળમાં કેઈ સ્થિરતા કરતા નથી. ધર્મભાવના તે ઘણી છે પણ દેવ-ગુરૂની જોગવાઈ વિના ધર્મભાવનામાં વૃદ્ધિ થતી નથી. આપશ્રી પધારે તે અમારામાં ધમજાગૃતિ આવશે અને આપની અમૃત વાણુને લાભ મળશે.” શ્રી ભેરૂદાનજી બાથરાએ વિનતિ કરી.
ભાગ્યશાળી ! તમારી ભાવના તે ઘણી સારી છે. હું જરૂર ગોગલાવ આવું પણ પ્રભુદર્શન વિના શું થાય !” આચાર્ય શ્રીએ મુશ્કેલી દર્શાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com