________________
૨૪ર :
જિનઋહિરિ જીવન-પ્રભા
સંઘવીએ પ્રાર્થના કરી કે આપશ્રી હમણાં બે દિવસ વિશ્રાંતિ લે પછી પધારશે. અમે પણ આપને માટે આગળ રોકાઈ જઈશું. આચાર્યશ્રીએ કહ્યું તાવ છે જ કયાં! આગળ વિશ્રાંતિ લઈશું. યાત્રાને અંતરાય મારા કારણથી કોઈને ન થવો જોઈએ. ધીમે ધીમે ગ્રામનુગ્રામ ફરતે ફરતે સંઘ ગગોલાવ આવી પહોંચ્યો. આચાર્યશ્રીને તાવ તે ચાલુ જ હતે. દિવસ ભર તાવ રહે અશકિત અને તાવને લીધે ગેગરીમાં કાંઈ લેવાય નહિ-રાત્રે તાવ હેય પણ ધ્યાનમાં બેસે અને સવારના પ્રયાણ સમયે તાવ પણ દેખાય નહિ અને શકિત પણ લાગે, ધીમે ધીમે ગેગલાવ સુધી તે આવી પહોંચ્યા. આચાર્યશ્રીને લાગ્યું કે મારે લીધે શ્રીસંઘના બધા ભાઈ બહેનને તકલીફ પડે છે. તાવ પીછે છોડતું નથી તે હવે સ્થિરતા કરીને સંઘને વિલંબ થાય તેમ ન કરવું. સંઘપતિને બધી હકીકત જણાવી. સંઘપતિ અને આગેવાને બહુ દુખ થયું કે આચાર્યશ્રી અશકિતના કારણે નહિ આવી શકે પણ બીજે ઉપાય નહોતે. પણ સવાર થયું ત્યાં તે આચાર્યશ્રી કેડ બાંધીને તૈયાર હતા. બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા. આચાર્યશ્રીનું યોગબળ અને મક્કમતા જોઈ બધાના દિલમાં નવા પ્રાણ પૂરાયા. સંઘ નાગર આવ્યો. નાગોરના શ્રીસંઘે ભાવભર્યું સ્વાગત કર્યું. નાગરમાં આચાર્યશ્રીની તબીયત વિશેષ ખરાબ રહેવા લાગી.
ગુરૂદેવ ! આપશ્રીને આખો દિવસ તાવ રહે છે. અશકિત પણ ઘણું છે. ગોચરીમાં કાંઈ લેવાતું નથી. સંઘ માટે આપ સવારના તૈયાર થઈ જાઓ છો પણ દિવસે દિવસે નબળાઈ વધતી જાય છે. હવે કૃપા કરી અમને આશીર્વાદ આપે. આપના પુણ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com