________________
આ
ભા ૨
ખરતરગચ્છાધીશ શ્રીમજિનધિસૂરીશ્વરજીના કાળધર્મ પછી ઘણું શ્રાવકે તરફથી એઓના સરળ ગુજરાતી ચરિત્રની માંગ મુનિરાજ શ્રી ગુલાબમુનિજી પાસે થવા લાગી. મુનીશ્રીએ શ્રી મહાવીરસ્વામીજી જૈન દેરાસર તરફથી તે વખતના ટ્રસ્ટી ઝવેરી મુલચંદ હીરાચંદ ભગતઠારા સંવત ૧૯૯૫ માં હિન્દી ટાઈપથી લલવાણી પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલ “શ્રી જિનધિસૂરીશ્વરજી મહારાજ સાહેબનું જીવન ચરિત્ર” જનતાને આપવા માંડયું. પરંતુ ગુજરાતી વાંચક વર્ગની માંગ તો આધુનિક શૈલીએ લખાએલ ચરિત્રની રોજબરોજ વધતી જ રહી. આથી મુનીશ્રી ગુલાબમુનિએ એ સંબંધી સર્વ સામગ્રી સંગ્રહીત કરવા પ્રયત્ન આદર્યો, પરંતુ આજની ભાવવાહી નૂતનશલીએ તેને શી રીતે ગ્રંથીત કરવું ? અને એ કાર્ય કોણ પાર ઉતારી આપે તેની ચિંતા રહેતી, અચાનક મુનિ શ્રી મેહનલાલજી મહારાજના પરમરાગી સુરતના શેઠ ધરમચંદ ઉદેચંદ ઝવેરીના નબીરા શાન્તસૂતિ શ્રી જિનભદ્રવિજયજી મહારાજ પાસે વાત નીકળતાં એઓશ્રીએ શ્રી કુલચંદ હરીચંદ દોશીનું નામ વ્યક્ત કર્યું. પાલીતાણાથી શ્રી કુલચંદભાઈ દોશીનું મુંબઈ આવવાનું થયું, તે વખતે શ્રી ગુલાબમુનિજી અને શ્રી જિનભદ્રવિજયજીની વંદના માટે તેઓ આવ્યા હતા. એ જ પ્રસંગે ચરિત્રની ગુંથણ માટે વાત નીકળતાં તેઓશ્રીએ પણ ચરિત્ર ગુંથણ કરી આપવા સહર્ષ હા પાડી. એ કાર્ય તેઓને ભળાવી મનબેજ હલકે કર્યો, અને એગ્ય પુરૂષને ગ્ય કાર્યની સેપણું થવા બદલ પરમ આહલાદ થશે. આજના કપરા સમયમાં અને માથે “ યશોવિજયજી જૈન ગુરૂકુલ”ને સમગ્ર બાજે લદાયેલો હેવા છતાં ભક્તિનિમિત્ત સાંગે પાંગ સુંદર શૈલીથી ચરિત્ર છ આપવા બદલ અમે ટ્રસ્ટીઓ અને કહું તે સમગ્ર ગચ્છ અને સમગ્ર ભકતે ખરેખર ઋણું છીએ. જીવન પ્રભાને રસપ્રદ તથા સર્વાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com