________________
તીર્થ મહિમા અને જ્ઞાનપ્રચાર
: ૨૧૭ : નગરની રચના કરીને તે હદ કરી છે તે તે એક અદ્ભુત કળાસર્જન છે.
જૈન સંઘની ઐકયતા અને જૈન સંઘનું સંગઠન જૈન તીને જ આભારી છે. જેનસમાજ, જૈનધર્મ, જૈન સંસ્કૃતિ અને જૈનશાસનને ટકાવી રાખવામાં જૈન તીર્થોને ફાળે સવિશેષ છે. જૈન સંઘની સંપત્તિ અને ભકિત આ તીર્થોની શ્રદ્ધા પાછળ આપો આપ રેલાયાં છે. ભારતમાં એવાં મનરમ્ય બેનમૂન તીર્થધામો છે જેના દર્શન–સ્પર્શનથી મનના પરિતાપ શમી જાય છે. બુદ્ધિ નિર્મળ થાય છે. ચિત્તમાં આનંદ ઉમિઓ ઉછળે છે અને પ્રભુતાના દર્શન થાય છે.
જેમ તીર્થધામે તેમ જ્ઞાનભંડારે પણ આપણે મહામૂલો વારસ છે. હીરા, માણેક અને મતીથી વિશેષ કીમતી એ ગ્રંથરતને જૈન સંસ્કૃતિને પ્રાણ છે. જગતના કેઈ દેશમાં આવા જ્ઞાન ભંડારો, જ્ઞાન રને સજયા નથી. જગતના કલ્યાણ માટે માનવજીવનની આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને આત્મદર્શન માટે આ જ્ઞાનગંગા છે. જ્ઞાનની ઉપાસના સિવાય જીવનનું દર્શન દુર્લભ છે. જ્ઞાનની સાચી પૂજા જ્ઞાનની પ્રભાવના છે. જગત એવા જ્ઞાનની ગંગા માટે તલસી રહ્યું છે. જેનસમાજે દેશ વિદેશમાં એ જ્ઞાનને પ્રચાર કરવા ભગીરથ કાર્ય કરવાને સમય આવી લાગ્યો છે. શાંતિને માટે ઝંખી રહેલા કરે માનવી અહિંસાને સંદેશ ઝીલવા તૈયાર છે. દાનશૂર અને જ્ઞાનપૂજામાં પુણ્ય માનનાર જૈનસમાજ જગતને વિશ્વશાંતિને પંથે દોરી જાય તે જૈનશાસનને જગતમાં જયજયકાર થઈ રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com