________________
આચાર્યપદવી સમારંભ
: ૨૦૭૪
ચેકમાં મધમધતી કરી મૂકે છે. ભાગ્યશાળીઓ જેનાથી જે જાતની મદદ થાય તે આપ. સેવાને દીપ પ્રકટા અને આ તીર્થ ધામને યશકિતિની પુષ્પમાળા પહેરાવવા હાર્દિક સાથ આપે.
આચાર્યશ્રીની દેશના પૂરી થઈ. જયનાદાની ઘોષણથી વાતાવરણ ગુંજી ઉઠયું. ઉત્સાહ અને આનંદની લહરીઓ લહેરાણી.
ખંભાતનિવાસી શેઠ મુળચંદ બુલાખીદાસ, રાધનપુર નિવાસી શેઠ ગીરધરલાલ ત્રીકમલાલ અને શેઠ ગણેશમલજી ભાગમલજીની પેઢી તરફથી અનુક્રમે આચાર્યશ્રીને કામળી ઓઢાડવામાં આવી હતી.
આચાર્યપદવીને સફળતા ઈચ્છતા ઘણુ તારે અને પત્ર દેશદેશાવરથી મુનિરાજે તથા ગૃહસ્થ અને સંઘના આવ્યા હતા, તે સભામાં વાંચી સંભળાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સૂરતવાળા શેઠ ઝવેરભાઈ કેસરીચંદ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. બપોરના ધામધૂમપૂર્વક વરઘોડો કાઢવામાં આવ્યું હતું. મંડપમાં ઠાઠમાઠથી પૂજા ભણાવવામાં આવી હતી. સાંજના સંઘજમણુ કરવામાં આવ્યું હતું.
S
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com